જમાલપુર ફુલ બજાર નજીક પીકઅપ વાનમાંથી મોબાઈલ-રોકડની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ01062019: આશરે એક વર્ષબાદ ફરી એક વખત જમાલપુર ફુલ બજાર ખાતે ગાડી ચાલકનાં ફોન ઉપરાંત રોકડની ચોરી થવાની ફરીયાદ સામે આવીછે. રાજકોટનાં જેતપુરનાં રહેવાસી અને પીકઅપ ગાડીના ચાલક રફીકભાઈ ઈકબાલભાઈ મુલતાણી (ર૩) તેમનાં મિત્ર સાથે કેરીના બોક્ષ ભરી તલાલાથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. ગઈકાલે વહેલી સવારે સાડા છ વાગે અમદાવાદ આવી પહોંચ્યા બાદ જમાલપુર ફુલ બજાર નજીકથી પસાર થતા હતા. એ વખતે ચાલુ ગાડીમાં પાછળથી કોઈ કેરીના બોક્ષની ચોરી કરતો હોય એવો અવાજ આવતાં રફીકભાઈ અને તેમનો મિત્ર રઈશ બંને ગાડી સાઈડમાં રોકીને તપાસ કરવા ગયા હતા. અને ગણતરીની મીનીટોમાં જ ડ્રાઈવીંગ સીટ પર પરત ફરતાં કોઈ અજાણ્યો શખ્સ તેમનો પ૦૦૦ની કિંમતનો મોબાઈલ તથા તેમનાં મિત્રનું પ૦૦૦ ની રોકડ ઉપરાંત અન્ય દસ્તાવેજા ભરેલું પાકીટ ચોરી ગયો હતો.
જેથી આસપાસ તપાસ કર્યા બાદ છેવટે રફીકભાઈ એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળનાં સીસીટીવી ફુટેજ મેળવીને શખ્સની ઓળખ હાથ ધરી છે. નોધનીય છેકે આશરે એક વર્ષ ફુલ બજાર આગળ ફરી એક વખત ચોરીનો બનાવ બન્યો છે.
ફૂલ બજાર આગળ સવારનાં સમયે બહારગામનાં વેપારી અને ખરીદદારોની ભારે અવરજવર રહેતી હોઈ કેટલાંક ચોરો અંધારાનો લાભ લઈને ગુના આચરતાં હોય છે. ઉપરાંત અહીં હપ્તા ઉઘરાવતાં લુખ્ખાં તત્વોનો પણ ભયંકર ત્રાસ હતો. જાકે પોલીસે સઘન કાર્યવાહી કરતાં આ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જા કે ઘણાં સમય બાદ ફરી એક વખત ચોરીનો બનાવ બનતાં ગુનેગારો સક્રીય થયા હોય તેમ લાગી રહયું છે.નહારીકા રવિયા