જમાલપુર મકાનનાં તાળા તોડી દાગીના સહીત રૂપિયા પોણા બે લાખની મતા ચોરી
અમદાવાદ: શહેરના જમાલપુર સોદાગણની પોળમાં રહેતો એક પરીવાર દરગાહ ઉપર ફુલ ચડાવવા ગયો ત્યારે ઘરમા ત્રટકેલા તસ્કરો તિજારી અને પેટીઓના તાળા તોડીને રૂપિયા સોના ચાદીના ધરેણા અને રોકડા રૂપિયા સહીત કુલ પોણા બે લાખ રૂપિયા મતા ચોરી જવાની ઘટના બની છે આ અંગે આઈશાબેન (૩૫) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે માતા પિતા અને પુત્રી સાથે સોદાગરની પોળમાં દાઉદભાઈની બિલ્ડીગમાં રહે છે
બે દિવસ અગાઉ સાંજે સવા છ વાગ્યે આઈશાબેન પરીવાર સાથે તેમના જ મહોલ્લામાં આવેલ દરગાહ ખાતે કુલ ફુલ ચઢાવવા ગયા હતા સાંજે સાડા સાત વાગ્યે તે ઘરે પરત ફરતા ઘરનો દરવાજા ખુલ્લો જાયો હતો અને તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હાલતમા હતો જેથી આઈશાબેન અને પરીવારના અન્ય સભ્યોએ તપાસ કરતા ઘરમાં અલગ અલગ રૂમમાં મુકેલી તિજારીઓમાંથી સોનાના ચેઈન વીટી સહીતના દાગીના ઉપરાંત અન્ય રૂમોમાંથી એક લાખની વધુ રોકડ રકમ સહીત કુલ રૂપિયા પોણા બે લાખની મતા ગાયબ હતી.
જેથી આઈશાબેન તાબડતોડ કંટ્રોલ રૂમ જાણ કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી આઈશાબેન પરીવાર સહીત બહાર ગયા એ જ સમયે ચોરી થઈ હોવાથી પોલીસને આ બનાવમાં જાણભેદુ હાથ હોવાથી શંકા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.