જમાલપુર વિસ્તારમાં હાજીબીબીના ટેકરા પાસે એક ૪૫ વર્ષના વ્યક્તિની ચાકૂના ઘા મારી હત્યા
અમદાવાદ: શહેર ધીરે ધીરે અપરાધીઓનું એપી સેન્ટર બની રહ્યું છે. જેનું તાજુ ઉદાહરણ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હાજીબીબીના ટેકરા પાસે એક ૪૫ વર્ષના વ્યક્તિની ચાકૂના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપી ફરાર થઈ ગયો. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં હત્યાના ચાર અલગ અલગ બનાવો એ આકાર લીધો છે. ત્યારે પોલીસ અધિકારી દ્વારા ગંભીર અપરાધ ને અંજામ આપનારા અપરાધીઓ અને ગુનેગારોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જમાલપુર વિસ્તારમાં આવેલો હજીબીબીનો ટેકરો આવેલો છે. જ્યાં એક અજાણ્યા પુરુષની હત્યા કરીને કેટલાક અપરાધીઓ ફરાર થઈ ગયા ઘટનાની જાણ થતા તારી કોઈ ટોળું ભેગું થયું અને પોલીસને જાણ થઈ. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તપાસ કરતા બહાર આવ્યું કે મરનાર પુરુષનું નામ રમેશ છે. તેનું આખુ નામ હજી જાણી શકાયું નથી. તે ક્યાંનો રહેવાસી છે તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી બાજુ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે.
ઘટનાસ્થળ પર પડેલી લાશને જાેતા મૃતક રમેશ સાથે કોઈને આંતરિક તકરાર હોય અથવા તો જૂની અદાવત હોય તેના કારણે હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી છે. પરંતુ હત્યા કર્યા બાદ આરોપી કઈ દિશામાં ફરાર થયો તે જાણવા માટે પોલીસે સીસીટીવી કેમેરા સહિત હ્યુમન સર્વેલન્સની મદદ લીધી છે. હત્યા પાછળની સાચી હકીકત શું છે
તે જાણવા પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લેવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો બીજી તરફ ગાયકવાડ હવેલી પોલીસે અલગ અલગ ટીમ બનાવી હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસ અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર અપરાધી જેલના સળિયા પાછળ હશે.