જમાલપુર શાકમાર્કેટ બંધ થતાં શાકભાજીના ભાવ આસમાનેઃ શહેરીજનો ત્રાહિમામ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરનું મુખ્ય હોલસેલ શાકમાર્કેેટ જમાલપુર સ્વયંભૂ બંધ રહેતા શાકભાજીની આવક ઠપ્પ થઈ જતાં છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચી જતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ડામ પછી જાણે કે શાકભાજીના વધતા ભાવ નાગરીકોને દઝાડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અણધડ નીતિના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયાના આક્ષેપો થઈ રહ્યા છે. જમાલપુર શાકમાર્કેટમાં માત્ર પ૪ જેટલા જ ધંધાર્થીઓને દુકાન ખોલવાની પરમિશન અપાઈ હતી. કોરોનાના ફફડાટ સામે વહીવટી તંત્રે આ નિર્ણય લીધો હતો. જેની સામે વેપારીઓમાં રોષ ફેલાયો હતો. જેના પગલે જમાલપુરના વેપારીઓ ૧પ દિવસ માટે માર્કેેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
આમ, તો વેપારીઓએ વહીવટી તંત્રના નિર્ણય સાથે હડતાળનું શ† પણ ઉગામી દીધું છે. પંરતુ તેના કારણે નાગરીકોને સહન કરવાનો વારો આવ્યો છે. જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજીની આવક બંધ થઈ ગઈ છે. ટ્રકો આવતી નથી. પરિણામે શાકભાજીની એેકંદરે અછત સર્જાતા છૂટક વેપારીઓએ તેનો લાભ લઈને ભાવવધારો કરી દીધો છે. જે શાકભાજીના ભાવ ઓછા હતા તે રોકેટગતિએ વધી ગયા છે. ટામેટા પ્રતિકિલોએ રૂ.૧૦૦, દુધી-રૂ.૬૦, વટાણા રૂ.૧૬૦, ફલાવર રૂ.૧૧૦, ગવાર રૂ.૯૦, કોથમીર રૂ.૧૬૦ એ પહોંચી ગઈ છે. શાકભાજીના ભાવમાં એકાએક ઉછાળો આવતા ગૃહીણીઓનું રસોડાના બજેટમાં ધરખમ વધારો થઈ ગયો છે. જેને કારણે લોકો શાકભાજીનો વપરાશ ઘટાડી રહ્યા છે
અને કઠોળનો ઉપયોગ કરી રહ્યા છે.
જા કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી અન્ય ચીજવસ્તુઓના ભાવ વધારાની શક્યતાઓ છે ત્યારે હવે શું ખાવેં?? તેની ફિકરમાં નાગરીકો મુકાઈ ગયા છે.જમાલપુર શાક માર્કેેટને લઈને વેપારીઓમાં રોષ છે તો કોર્પોરેશન તરફથી બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ નથી.વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થાય તો નાગરીકોને વ્યાજબી ભાવે શાકભાજી મળી શકે તેમ છે. પરંતુ પોતાના તઘલખી નિર્ણયથી શહેરના સેકંડો લોકો પરેશાન થઈ રહ્યા છે તેનો ખ્યાલ ખુરશીમાં બેઠેલા બાબુઓને કેમ નથી આવતો? સામાન્ય નાગરીક છેલ્લા બે મહિનાથી લોકડાઉનમાં હતો. અનલોક-૧ માં બહાર આવ્યો ત્યારે તેની સામે અનેક આર્થિક પડકારો હતા.