જમીનના ઝઘડામાં યુવકની પથ્થર મારીને હત્યા કરાઈ
રાજકોટ, રાજકોટ જિલ્લાના સરધારમાં હરિપર જવાના રસ્તે પરપ્રાંતીય યુવકને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.તેની સાથે રહેલા તેના ૩ વર્ષના માસૂમ પુત્રને પણ હત્યારાઓએ બેરહેમીથી માર માર્યો હતો,બાળક લાંબો સમય પિતાની લાશ પાસે કણસતો રહ્યો હતો.
યુવકના મૃતદેહને પોલીસે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડયો હતો. જ્યારે પુત્રની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જાેકે અહીં સારવાર દરમિયાન માસૂમનું મોત થયું હતું અને પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધીને તપાસ શરું કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વિગત મુજબ સરધાર વાડીમાં રહી મજૂરી કામ કરતા વિરસીંગ મહોબતસીંગ શીંગાળ (ઉ.વ.૨૭) અને તેનો પુત્ર સચીન (ઉ.વ.૨) તા.૧૦ જાન્યુઆરી ના રોજ સાંજે સરધારથી સાયકલ પર વાડીએ જતા હતા ત્યારે રસ્તા વચ્ચે પિતા-પુત્રને રોકી માથામાં પથ્થરના ઘા ઝીંકી દેતા વીરસીંગનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું.
આજીડેમ પોલીસે મૃતકની પત્ની જાનુબેન વિરસીંગ શીંગાળ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી હત્યા અને હત્યાની કોશીશનો ગુનો નોંધી ગુનામાં સંડોવાએલા મૃતકના પિતરાઇ ભાઇ કલમસીંગ ઉર્ફે કમલેશ ગુલામસિંહ શીંગાળ (ઉ.વ.૩૦), રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઇ શીંગાળ (ઉ.વ.૨૬)ની ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં મુળ મધ્યપ્રદેશના મરનાર વિરસીંગ અને આરોપીઓ વચ્ચે વડીલ પાર્જીત જમીનના ભાગને લઈને કેસ ચાલી રહ્યો હતો. તેવામાં બે દિવસ પહેલા મરનારે બંન્ને પિતરાઇ ભાઇઓ સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. બાદમાં બનાવના દિવસે ફરી મરનાર અને આરોપીઓનો રસ્તામાં ભેટો થઇ જતા વીરસીંગે બંન્ને પિતરાઇને ગાળો દેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ પથ્થર ઉપાડી પિતા-પુત્રના માથામાં ઘા ઝીંકી દઇ નાસી ગયા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સચીન વીરસીંગ શીંગાળ (ઉ.વ.૨)ને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ બેવડી હત્યાના ગુનામાં પલ્ટાયો છે.
બનાવ અંગે મૃતકના પત્ની જાનુબેન વીરસિંગ શીંગાળે જણાવ્યું કે હું તથા મારા પતિ વીરિંસંગ તેમજ મારા દિયર કમરૂ તેમજ મારી નણંદ કલા તેમ અમો ચાર જણા સરઘાર ગામની સીમમાં આવેલ હરેશભાઈ બચુભાઈ પાનસુરીયાની વાડીમાં છેલ્લા બે વર્ષથી રહીએ છીએ અને ભાગમાં ખેતી કામ કરીએ છીએ. આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડા અને રાઇટર જાવેદભાઈ રિઝવી સહિતના સ્ટાફે મૃતકના પત્ની જાનુબેનની ફરિયાદ પરથી હત્યારાઓ સામે કલમ ૩૦૨ અને ૩૦૭ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.SSS