જમીનના ભાવો તથા જંત્રીના દરોમાં ફેર
જમીન તથા મિલ્કતના ભાવો તથા જંત્રીના દરોના ફેરફારને કારણે થતી ખાદ્યઃ રાજ્ય સરકાર જંત્રીના દરો સુધારવા અંગે કરી રહેલ વિચારણાઃ મહારાષ્ટ્રના મોડલનો અભ્યાસ થશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દસકાઓ ઉપરાંત જંત્રી-રેકના વર્ષો સુધી એક જ અમલમાં હોય છે. જેને કારણે ગુજરાતમાં જમીનના ભાવો જંત્રીના ભાવ પ૦ ટકાથી તો ઘણે ઠેકાણે ૧૦૦ ટકા પણ વધારે હોય છે. અને સરકારને જંત્રીના ભાવે લોકો સ્ટેમ્પ ડ્યુટીમાં રકમો ભરતી હોય છે. જેને કારણે સરકારને સટેમ્પ ડયુટીની આવક ઓછી થતી હોય છે.
ર૦૧૭ ની સાલમાં જંત્રીના દરો સુધારવામાં આવ્યા અને લગભગ પ૦ ટકા દર વધાર્યા હતા. આ અગાઉ ૧૯૯૯માં જંત્રી રીવાઈઝડ થઈ હતી. સરકારનો જંગી રીવાઈઝડ કરવાનો હેતુ માત્ર એક જ હતો કે જમીનના ભાવો કે મકાનોના ભાવો તથા જંત્રીના દરો વચ્ચે બહુ ગાળો ન રહે.
પરંતુ તે રીતે છેલ્લા વર્ષોમાં જે પ્રમાણ જમીનો તથા મકાનોના ભાવો ખાસ કરીનતે શહેરોમાં જમીનો તથા ભાવો એટલા ઉંચા થયા કે સરારનો હેતુ બર ન આવ્યો હતો. અને એટલે જ રાજ્ય સરકાર હવે જંત્રીના દરોમાં ફેરફાર કરવા વિચારી રહી છે. એટલું જ નહીં પરંતુ દર વર્ષે જંત્રીના દરો બદલવા પણ વિચારી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ચોમાસાનું વિધાન સભાનું સત્ર જ્યારે શરૂ થઈ રહ્યુ છે ત્યારે બીલનો વિધાન સભાનું સત્ર પૂરૂ થયા બાદ તુરત જ જંત્રીના નવા દર નક્કી થશે. તેમ સુત્રો વધુમાં જણાવ્યુ છે. મહારાષ્ટ્ર સરકરના મોડેલનું આ માટે રેવન્યુ વિભાગ અભ્યાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં આજ દર વર્ષે જંત્રીના દરો પ્રવર્તમાન જમીન- મિલકતના ભાવો પ્રમાણે નક્કી કરવામાં આવતા હોય છે.
રાજ્યના રેવન્યુ મંત્રી કોશિક પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં જંત્રીના જે દરો પ્રવર્તી રહ્યા છે તેના કરતાં જમીન મિલકતોના વચેણ-ભાવોમાં પ૦ થી ૬૦ ટકા જેટલો તફાવત છે. હાલમાં જંત્રીના દરો સુધારવા અંગે વિચારણા ચાલુ છે. ખાસ કરીને જે જે મોટા શહેરોમાં જંત્રીના દરો કરતા જમીન-મિલકતોના ભાવો વધારે ઉંચા છે. તેનો પણ અભ્યાસ થઈ રહ્યો છે.
આ માટે જીલ્લા- અધિકારીઓના સુચનો પણ મંગાવ્યા છે. અને ત્યારબાદ જ જંત્રી સુધારણા કરવામાં આવશે. આ સંદર્ભે ધી ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતી ખાદ્ય, તથા જંત્રીના દરો અંગે ઘણો તફાવત છે. ઉપરાંત ર૦૧ર-ર૦૧૭ના રીપોર્ટમાં પણ જેનો ઉલ્લેખ કરાયો છે.