જમીન ગીરવે કેમ મુકી છે તેમ કહી નાના ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/vipil-joashi.jpg)
ખેરોલીના વાલજીના મુવાડા ગામની ધટના
વિરપુર: ” જર જમીન અને જોરુ એ ત્રણેય કજીયાના છોરું” આ કહેવત મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખરોલી ગામે સાચી પાડી છે ખેરોલી ગામે મોટા ભાઈએ નાના ભાઈની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ખેરોલી ગામના વાલજીના મુવાડા ગામના પગી પરીવાર ખેતી કરી પેટીયું રળે છે જેમાં જમીન પર નાના ભાઈએ પૈસા લીધા હોવાની જાણ મોટા ભાઈને થતાં મોટા ભાઈ ઉશકેરાઈ આવી જતાં નાનાભાઈનુ લાકડી વડે ઢીમ ઢાળી દીધું હતું
ધટનાની જાણ વિરપુર પોલીસ ને થતાં તાબડતોબ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી પોલીસ સ્ટેશન દ્રારા મળતી વિગતો અનુસાર તાલુકાના વાલજીના મુવાડા ગામના નરેશભાઈ ગમાભાઈ પગી અને અમરતભાઈ ગમાભાઈ પગી બંને એકજ પીતાના સંતાન છે જેમાં નરેશભાઈ કુટુંબી પાસેથી જમીન ગીરવે મૂકી પૈસાની લેતીદેતી કરતા હોવાનુ અમરતને જાણ થતા જમીન કેમ ગીરવે મૂકી પૈસાની લેતીદેતી કરે છે
તેમ વાત કરતા અમરત ઉશ્કેરાય નિલેશભાઈ ને ઠપકો આપતાં બંનેય ભાઈ સામ સામે બોલાચાલી કરી હતી બાદમાં બંનેય જાપાજપી થતાં અમરત ઉશ્કેરાય જતા ધરની બહાર મુકેલ લાકડી હાથમાં લઈ નિલેશભાઈના માથાના ભાગે જોરથી ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો જોકે નિલેશભાઈને લાકડી મારી અમરત ધટના સ્થળથી ભાગી છૂટયો હતો નિલેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં લુણાવાડા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ગંભીર ઈજાઓ હોવાના કારણે વધુ સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો સારવાર બાદ નિલેશભાઈનુ મોત નિપજ્યું હતું.