Western Times News

Gujarati News

જમીન દલાલ પાસેથી ૭પ લાખ પડાવ્યા : દસ્તાવેજ કરવાને બદલે અપહરણ કરી માર માર્યો

Files Photo

પોપ્યુલર બિલ્ડરના પરીવારજનો વિરુધ્ધ ગંભીર ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના પોપ્યુલર બિલ્ડરના પાપ હવે છાપરે ચઢીને પોકારી રહયા હોય તેમ એક બાદ એક પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર પરીવાર દ્વારા કરવામાં આવેલા છેતરપીંડી, ધાકધમકી અને રૂપિયા પડાવવાના ગુનાઓ વિરૂધ્ધ વારાફરતી નાગરીકો ફરીયાદ કરી રહયા છે તાજેતરમાં જ બાવળા જીલ્લાના એક જમીન દલાલે હવે આનંદનગર પોલીસ સ્ટેશનમાં છગન પટેલના બે પુત્રો અપહરણ, જાનથી મારી નાખવાનો પ્રયાસ ઉપરાંત ૭પ લાખની રકમ ખોટી રીતે પડાવી લેવાની ફરીયાદ નોંધાવતા આનંદનગર પોલીસ સક્રીય થઈ છે.

બાવળા જીલ્લાના કાળી વેજી નામના રહેતા ભરતભાઈ ભરવાડ ખેતી ઉપરાંત જમીન દલાલીનું કામ કરે છે પ૪ વર્ષીય ભરતભાઈ વર્ષ ર૦૧પમાં પોપ્યુલર ગૃપના તથમેશ પટેલ (પોપ્યુલર પાર્ક, ઘનશ્યામ પાર્ક)ના સંપર્કમાં આવ્યા હતા બાદમાં વર્ષ ર૦૧૮માં પ્રથમેશે તેમને સાણંદના ગોધાવી ગામમાં આવેલી પોતાની જમીન વેચવાની વાત કરીને પિતા છગન પટેલ અને ભાઈ વિક્રમ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં આ જમીનનો રૂપિયા એક કરોડ દસ લાખમાં સોદો નકકી થયો હતો

જે અંગે ભરતભાઈએ રોકડા રપ લાખ રૂપિયા તથા પાંચ લાખનો ચેક આપ્યો હતો. ઉપરાંત સાલ હોસ્પીટલ નજીક એક મહીલા વકીલની ઓફીસમાં પ૦ લાખની રોકડ તથા પ લાખ રૂપિયાનો ચેક આપી બાનાખત તથા નોટરાઈઝ કબ્જા કરાર કર્યા હતા જયારે બાકીની રકમ ટાઈટલ કલીયર થયા બાદ અઠવાડીયામાં આપવાનું નકકી થયું હતું જાેકે વારંવાર ફોન કરવા છતાં પ્રથમેશ દસ્તાવેજ બનાવવામાં ગલ્લાતલ્લા કરતો હતો જેથી ભરતભાઈ તેમના ઘરે પહોચી જતાં બંને ભાઈઓએ જમીન આપવાની નથી કહી તેમને બીજા દિવસે બોલાવ્યા હતા.

બીજા દિવસે ભરતભાઈ શ્યામલ ચાર રસ્તા સીટી ગોલ્ડ નજીક પહોંચતા મર્સીડીઝ કારમાં આવેલા પટેલ ભાઈઓએ રીવોલ્વર બતાવી જબરદસ્તીથી તેમને કારમાં બેસાડી સિંધુભવન ખાતે આવેલી ઓફીસમાં લઈ ગયા હતા અને રસ્તામાં બુમાબુમ કરી તો જાનથી મારવાની ધમકીઓ આપી હતી.

ઓફીસમાં ચાર કલાક ભરતભાઈને ગોંધી રાખ્યા બાદ રાત્રે આઠ વાગ્યે બંને ભાઈઓ સહીત અન્ય શખ્સોએ તેમને ગડદાપાટુનો માર મારી કોરા કાગળો તથા સ્ટેમ્પ પેપર ઉપર સહીઓ કરવાનું કહયું હતું જાેકે ભરતભાઈએ ઈન્કાર કરતાં પ્રથમેશે ‘તુ સહી કરતો નથી, તને આજ નહી છોડું.’ કહી તેમનું ગળુ દબાવી દીધુ હતું જેથી ગભરાયેલા ભરતભાઈએ સહીઓ કરી આપતા તેમને ધમકીઓ આપી જવા દિધા હતા.

જાેકે હાલમાં જ પોપ્યુલર પરીવાર વિરુધ્ધ લોકોની જમીન મિલકત પડાવવાના કેસો જાેઈને હિંમત આવતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.