Western Times News

Gujarati News

જમીન પર વરસાદનું પાણી પડ્યા પછી તેના કુલ ૮ પ્રકાર થાય છે

રાત્રે પડતા વરસાદનું પાણી પર્જન્યવૃષ્ટિ છે.  જે પચવામાં ભારે અને વાયુદોષી હોય છે જ્યારે દિવસ-રાત સતત થતા વરસાદને દુદિન વૃષ્ટિ કહે છે. આ પાણી ઉકાળીને વાપરવાથી શરીરના સર્વ દોષો નષ્ટ થઇ જાય છે.

પાણી ઉર્ફે જળ ઉર્ફે વોટર રંગ, ગંધ અને સ્વાદવિહીન, પારદર્શક નિર્મળ દીવ્યપદાર્થ. જળ સાચા અર્થમાં પૃથ્વી પરનું અમૃત છે, જીવન છે. જેના વગર જીવન જ અશક્ય છે. તેવું ભરપુર પાણી સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર પૃથ્વી પર જ છે. સ્વચ્છતા માટેનું ઉત્તમ રસાયણ પાણી સિવાય મનુષ્યને આજ દિન સુધી સાંપડ્યુ નથી.

શરીરની સ્વચ્છતા હોય કે વાસણ-કપડાની સ્વચ્છતા હોય પાણી વિના શક્ય જ નથી. પાણીમાં મીઠું, ખાંડ જેવા અન્ય દ્રવ્ય પદાર્થો સરળતાથી પીગળી જાય તેવા આ રસાયણને રસાયણશાસ્ત્રીઓએ પાણીને ઉત્તમ દ્રાવક તરીકે ઓળખાવ્યુ છે. સાહિત્યની ભાષામાં પાણી માટે જીવન શબ્દ વપરાયો છે.

ખરેખર પાણી વિના મનુષ્યના જીવનની કલ્પના જ અશક્ય છે. માનવ શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાંચ મહત્વના પરિબળ પૈકીનું પાણી એક મહત્વનું પરિબળ છે. આ પાણી એક એવું રસાયણ છે જે માનવીને જીવનબદ્ધ છે અને તે જ પાણી મોતના મુખમાં પણ ધકેલી શકે છે.

શરીરમાં ઉત્પન્ન થતા અનેક રોગો માટે પણ કારણભૂત પાણી જ છે. અશુદ્ધ પાણી રોગોને આમંત્રણ આપે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર એંશી ટકા રોગો માત્ર પાણીથી જ થાય છે. પૃથ્વી પર ત્રણ ભાગ જેટલો પાણીનો વિપુલ જથ્થો હોવા છતાં પચાસ ટકા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી એ આપણી કરુણતા છે.

ઇ.સ.પૂર્વ ૪૦ વર્ષ પૂર્વે ગ્રીક હિપોઝે લખ્યુ છે કે, જાે તમારે તમારા આરોગ્ય સંબંધી જાણવુ હોય તો સૌથી પહેલા પાણી વિશે જાણી લેવું જરૂરી છે. આરોગ્ય વિષયક અભ્યાસ પાણીના સંશોધન વિના અશક્ય છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પાણી એટલે પાણી વળી ! એમાં શું ! હકીકતમાં એ સાચુ નથી. પાણી એટલું માત્ર પાણી નથી.

વિશ્વકોષના આધારે કહી શકાય કે પાણી એટલે ગંગાજળ અને સામુદ્રિક જળ એમ બે પ્રકારના જળ હોય છે. વરસાદનું પાણી ગાળીને વાસણમાં એકઠું કરાય તો તે ગંગાજળ. આ પાણી પીવા માટે ઉત્તમ ગણાય છે. સામુદ્રિક જળ એટલે જમીન ઉપર નદી, નાળા સ્વરૂપે વહીને આવતા તળાવ, સરોવર વગેરેમાં જમા થયેલું પાણી.

આ પાણી અશુદ્ધ હોવાથી તેના સેવનથી રોગો થાય છે. વરસાદનું પાણી સર્વશ્રેષ્ઠ ગણાય છે. તે ક્યારે અને કેવી રીતે વરસે છે તેની માહિતી આપણા પ્રાચીન ગ્રંથોમાંથી મળી આવે છે તે મુજબ -દીવાદૃષ્ટિએ એટલે દિવસે પડનારા વરસાદનું પાણી. આ પાણી પીવા માટે ઉત્તમ ગણાય છે. રાત્રિના સમયે પડતા વરસાદના પાણી માટે પર્જન્યવૃષ્ટિ શબ્દ વપરાયો છે.

આ પાણી પચવામાં ભારે અને વાયુદોષી હોય છે જ્યારે દિવસ-રાત સતત થતા વરસાદને દુદિન વૃષ્ટિ કહે છે. આ પાણી ઉકાળીને વાપરવાથી શરીરના સર્વ દોષો નષ્ટ થઇ જાય છે. શ્રાવણમાસમાં વરસતા રીમઝીમ વરસાદને ક્ષણવૃષ્ટિ કહે છે એટલે ક્ષણિકદૃષ્ટિ આ પાણી પીવીથા તાવનો વિકાર થાય છે. વરસાદનાં પાણી ઉપરાંત કુવા, તળાવ, ઝરણા, નદી વગેરેનાં પાણીના ગુણદોષોનો ઉલ્લેખ પણ પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યો છે.

વરાહમિહીરે તો ‘દકારગલન’ અને ‘ઉપવનરહસ્ય’ આ બે ગ્રંથો કેવળ પાણી ઉપર જ લખ્યા છે. તેમાં લખ્યુ છે કે જમીન પર પાણી પડ્યા પછી તેના કુલ ૮ પ્રકાર થાય છે. વરસાદનું પાણી સૌ પ્રથમ સરોવરમાં જમા થાય છે તેને સારસજલ ક્ષાર અને વાયુયુક્ત હોય છે. તેનાથી ચામડીના વિકારો થાય છે અને પાચનમાં ઉપયોગી પણ નથી.

વરસાદનું પાણી ખડકવાળા પૃષ્ઠ ભાગો ઉપર અકળાઇને ઉપરથી કે નીચે વહે છે. આ પાણી પચવામાં હલકુ હોય છે. વાયવ્ય દિશામાં વહેતુ પાણી ક્ષારયુક્ત અને ગરમ હોય છે. કફ અને વાયુથી ગ્રસ્તદર્દી માટે આ પાણી ગુણકારી ગણાય છે. કૂવામાં જમા થયેલુ પાણી શરદઋતુમાં પીવાથી પેટના વિકારો મટાડે છે.

વરસાદનું ઘણુંખરુ પાણી નદીના સ્વરૂપે વહે છે. તેના ઉપર સતત સૂર્યપ્રકાશ પડતો હોય છે તેથી આ પાણીમાં રહેલા જીવજંતુ નષ્ટ થઇ જાય છે તેમજ નદીની રેતી પાણીનાં શુદ્ધિકરણનું કામ કરે છે જ્યારે તળાવનું પાણી ભારે હોવા છતાં હૃદયરોગ માટે ઉપયોગી ગણાય છે જ્યારે ઝરણામાંથી વહેતું પાણી દવા તરીકે ઉત્તમ ગુણધર્મ ધરાવે છે. માત્ર તે વિશિષ્ટ કડક પરથી વહેતું હોય તો જ કેટલાક રોગોને આમંત્રણ આપે છે.

સૌથી ખરાબ પાણી નાળાનું ગણાય છે. આ પાણી પીવાથી દૂષિત થવાથી અનેક વિકારો થાય છ. પાણીનું રાસાયણિક વિશ્લેષણ કરીએ તો પાણીનું અણુસૂત્ર ઇરઘ છે. પાણીના એક અણુમા એક ભાગ ઓક્સિજન અને બે ભાગ હાઇડ્રોજનના પરમાણુ છે. તેને ગરમ કરવાથી તેની વરાળ ઉત્પન્ન થાય છે અને ઠંડું કરવાથી તે ઘનસ્વરૂપ ધારણ કરે છે. ૩૨ અંશ ફેરનહીટ તે તાપમાને તેનું બરફમાં રૂપાંતર થાય છે જ્યારે ૨૧૨ અંશ સેલ્શિયસ તાપમાને તેની વરાળ બને છે. વરસાદનું નૈસર્ગિક પાણી બરફ અનેકવરાળ સ્વરૂપે પાણી શુદ્ધ રહે છે.

પીવાનું પાણી કોઇપણ વ્યક્તિ બરફ કે વરાળ દ્વારા પીતું નથી. શહેરમાં નળ દ્વારા જે ઘરોમાં પાણી શુદ્ધ કરીને આવે છે તે ખરેખર કેટલું શુદ્ધ હોય છે તે એક પ્રશ્ન છે. શહેરોમાં, ગામેગાળ પીવાનું પાણી સામાન્ય રીતે નજીકની નદી, ડેમમાંથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. કહે છે કે જે પાણી ઉજ્જડ અને રેતાળ પ્રદેશમાંથી વહીને આવે છે તે ઊંચાઇએથી ખળખળ વહેતા નદીના પાણી બાબતે એવું કહેવાય શુદ્ધ અને નિર્મળ હોય છે.

નદીનો પ્રવાહ કાદવવાળી જમીન અને ભરચક ગરદીવાળા પ્રદેશોમાંથી વહીને આવે ત્યારે તેમાં અશુદ્ધિઓ ભળ્યા પછી તે પાણી શુદ્ધ રહેતું નથી. હિમાલયના પર્વતો પરથી બરફ પીગળવાથી વેગથી વહી આવતી નદી સ્વરૂપનાં પાણીને લોકો અમૃત સમજે છે પરંતુ જ્યારે ઉદ્યોગો અસ્તિત્વમાં નહોતા ત્યારની આ વાત છે. હવે પવિત્ર ગણાતી ગંગા પણ પ્રદૂષિત થઇ ચૂકી છે.

આજે યંત્રયુગીન જમાનામાં ઠેરઠેર અસંખ્ય કારખાનાનું પ્રદૂષિત ઝેરી પાણી નદીમાં ઠલવાતું હોવાથી હે નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી. કારખાનાનું ગંદુ અને ઝેરી પાણી નદીમાં છોડવાથી તેમાં દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. કૃત્રિમ રસાયણોના ભળવાથી નદીનું પાણીમાં પારો, સીસુ, ક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જંતુનાશક ભળવાથી પાણી ઝેરી બની જાય છે.

ભારતમાં તો ગંગા જેવી પવિત્ર ગણાતી નદીને કિનારે અસંખ્ય કારખાનાનું ઝેરી પાણી ગંગાનદીમાં છોડવામાં આવે છે એટલું જ નહીં, કચરાની સાથે સાથે ગંગાના ઘાટ પાસે મૃતદેહોને બાળ્યા પછી તેની રાખને ગંગામાં જ વહેવડાવવામાં આવે છે. ગંગાનું પ્રદૂષણ દૂર કરવા માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં આજદિન સુધી અસ્વચ્છ ગંગા શુદ્ધ થઇ શકી નથી નદીનું પાણી ઘરોમાં આવે છે ત્યારે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.

એ માટે મોટા શહેરોમાં ફીલ્ટ્રેશન પ્લાન્ટની વ્યવસ્થા હોય છે. આ પાણી શુદ્ધિકરણને પણ ઘણા વર્ષોની પરંપરા હોય છે. હિપોકેટ્‌સ તો પોતાના ગ્રંથોમાં પાણી ગાળીને વાપરવાનું સૂચન કર્યું છે. તેણે અઢી હજાર વર્ષ પૂર્વે એક્ટિવેેટેડ કાર્બનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ એક્ટિવેટેડ કાર્બનની મદદથી પાણી શુદ્ધ કરવામાં આવતું.

શરૂઆતમાં રેતી, કોલસાના થર અને કોએગ્યુલેશન દ્વારા પાણી સ્વચ્છ કરવામાં આવતું. એ માત્ર ત્રણ માટલાની રીત પણ ઘણી પ્રચલિત હતી. ત્યાર પછી ૧૯૦૮માં ક્લોરિન વાયુ પાણીમાંથી પસાર કરીને પાણીને શુદ્ધ કરવાનો પ્રથમ પ્રોજેક્ટ હાથ ધરાયો. તેનો જનક ૧૮૫૦માં થેમ્સ નદીને પ્રદૂષિત ઠેરવનાર જેન નો હતો.

આજે પણ પાણીના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. હવે તો પાણી શુદ્ધિકરણની આધુનિક પદ્ધતિઓ અમલી હોવા છતાં દેશના ૯૦ ટકા લોકોને આજે પણ શુદ્ધ પાણી મળતું નથી. ઠેરઠેર પાણીના શુદ્ધિકરણ માટે અસંખ્ય યોજનાઓ હોવા છતાં હજી પણ લોકોને પાણી શુદ્ધ કેમ મળતુ નથી એ પણ સંસાધનનો વિષય જ છે.

બીજીતરફ મિનલર વોટરની અસંખ્ય કંપનીઓનો રાફડો ફાટ્યો છે. નસીબજાેગે શુદ્ધ પાણીની બાબતે ભારતને પ્રકૃતિએ કૃપાદૃષ્ટિ વરસાવી છે. ભારતમાં પણ સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવાના પ્રયોગો પચાસ વર્ષોથી આરંભવામાં આવ્યા છે. જાે કે આ પ્રોજેક્ટ ખર્ચાળ જરૂર હોય છે.

એ ઉપરાંત સૌરઊર્જાની મદદથી હવે ડિસ્ટિલેશન કરવામાં આવે છે. એમાં કાચ અથવા પ્લાસ્ટિકના ત્રિકોણીય પિરામીડો સમુદ્રનાં પાણી ઉપર મૂકવામાં આવે છે. પાણીની વરાળ બન્યા પછી તે ઉપર જઇને કાચના ભાગ ઉપર અથડાઇને ટીપા સ્વરૂપે જમા થાય છે. આખરે તે પાણી પીવાલાયક બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.