જમીન બીનખેતી થયા બાદ ઈન્ડસ્ટ્રીમાં ચેન્જ થાય તો તેનાથી કોઈ ફરક ન પડેઃ હાઈકોર્ટ

File
ગુજરાત લેન્ડ રેવન્યુ કોડના મામલે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
(એજન્સી) અમદાવાદ, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડના મામલે એક મહત્વનો ચુકાદો આપતાં હાઈકોર્ટે ઠરાવ્યું છે. કે એકવાર કાયદા અન્વયે જમીન બીનખેતી થઈ ગઈ છે. હોય અને એનો હેતુફેર કોટેજ ઈન્ડસ્ટ્રીઝ માટે કરાયો હતો. પરંતુ જાે ઈન્ડસ્ટ્રીનો પ્રકાર બદલાઈપણ જાય તો કોઈ ફેર કે ફરક પડતો નથી.
આ સાથે જ હાઈકોર્ટે અરજદારની પ્લાન રીવીઝનની અરજી ગ્રાહ્ય રાખી હતી જેમાં તેમણે જમીનનો પ્લાન માર્બલ કોટેજ ઈન્ડસ્ટ્રીઝને કોર્મશીયલ પર્પઝ માટે ફેરવવાની મંજુરી માગી હતી. એટલું જ નહી હાઈકોર્ટ બનાસકાંઠા જીલ્લા કલેકટરને આદેશને પણરદ કર્યો હતો. જેમાં કલેકટરને જમીનના પ્લાનની રીવીઝન અરજી ફગાવી કાઢી હતી.
હાઈકોર્ટના જસ્ટીસ એ.પી.ઠાકરે આદેશમાં નોધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં જમીન બીનખેતી થઈ ગઈ છે. અને તે કોટેજ ઈન્ડસ્ટ્રીઝ માટે થઈ હતી પરંતુ એનાથી કોઈ ફેર કે ફરક પડતો નથી. જાે ધારો કે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ ફેરફાર થઈ જાય. એટલું જ નહી આ પ્રકારના જ મામલામાં અગાઉ કલેકટર દ્વારા મંજુરી આપતા આદેશો કરવામાં આવ્યા જ છે.
અલબતત આ મંજુરીના કયા સંજાેગોમાં આપવામાં આવી એ દર્શાવવામાં માટેનું કોઈ મટીરીયલ નથીી પરંતુ એવા જ અન્ય કેસોમાં રાજય સરકાર મંજુરી આપવાનો ઈનકાર કરી શકે નહીં.
આ કેસની હકીકત એવી છે કે મુળ જમીનના માલીકો ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની ધારા હેઠળ તેમની જમીનને વેચવાની મંજુરી માટે કલેકટર કચેરીનોસંપર્ક સાધ્યો હતો. છતેઓ મેસર્સ નિમલ માર્બલને માર્બલકોટેજ ઈન્ડસ્ટ્રીઝ માટે સાથે વર્ષ ર૦૧પમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝ માટે વેચવાની મંજુરી આપવામાં આવી હતી.
ત્યારબાદ આ જમીન માધવ ઈન્ફ્રાસ્ટ્રકચરને વેચવામાં આવી હતી. જેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે કેમ કે તેમની સાથે કાર્યવાહી શા માટે ન કરવી એવી નોટીસ કલેકટર દ્વારા પાઠવવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોટેજ ઈન્ડસ્ટ્રી શરૂથઈ નહોતી અને માવધ ઈન્ફ્રાઈન્ડસ્ટ્રીઝ વિભાગમાં નોધાયેલી છે કેમ કે તેનો કોઈપુરાવો અપાયો નથી. તેથી તેમની સામે કાર્યવાહી શા માટે ન કરવી.
આ નોટીસ અને નિર્ણયને અરજદાર કંપનીએ હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે ઉકત આદેશ કરી અરજદારની અરજીને ગ્રાહ્ય રાખી કલેકટરના આદેશને રદ કર્યો હતો.