જમીન માપણી કરવા ગયેલા સરકારી કર્મચારીઓ અને જમીન માલિક પર હુમલો
(પ્રતિનિધિ)ગોધરા, વડોદરા દાહોદ બાયપાસ હાઈવે રોડ પર આવેલા વાવડી બુઝર્ગ ગામમાં જમીન માપણી કરવા ગયેલા ગોધરા ડી.આઇ.એલ.આર કચેરીના બે સરકારી કર્મીઓ અને જમીન માલિક પર ગામના ચાર જેટલા શખ્સોએ હુમલો કરતા ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરના બામરોલી રોડ વૃંદાવન નગર ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ હિસ્મતરાય સોનેયા એ ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું. કે વડોદરા દાહોદ બાયપાસ હાઇવે રોડ પર વાવડી બુઝર્ગ ગામમાં તેઓની રેવન્યુ સર્વે નંબર ૧૪૨/૧૩ વાળી જમીન આવેલી છે.
જે જમીનમાં તેઓ તેમજ તેઓની સાથે ગોધરા ડી.આઇ.એલ.આર કચેરીના બે કર્મચારીઓ જમીન માપણી ની કામગીરી અર્થે ગયા હતા જમીન માપણી કામગીરી ની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આ જ ગામના મીનાબેન રામસીંગભાઈ પરમારે ચંદ્રકાંતભાઈ અને ડી.આઇ.એલ. આર કચેરીના કર્મીઓ ને ગમે તેમ બીભત્સ શબ્દો બોલવા લાગ્યા હતા.
તેઓને બીભત્સ શબ્દો બોલવાની ના પાડતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ છૂટા પથ્થરો મારી તેમજ અન્ય આરોપીઓ રામસીંગભાઈ,શંકરભાઈ અને રતનાભાઇ પરમાર દ્વારા ફરિયાદી તેમજ સરકારી કર્મીઓ પર લાકડી અને ધારિયા સાથે હુમલો કરી આ જમીન અમારી છે,
અહીથી જતા રહો, નહિ તો જાનથી મારી નાખીશું, આ જમીનમાં માપણી નહિ કરવા દઈએ તેમ કહી સરકારી કર્મચારીઓ ને જમીન માપણી નહિ કરવા દઈ કાયદેસરની કાર્યવાહી માં અડચણ ઊભી કરી હતી જેને પોલીસે ફરિયાદ ના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.