જમીન સોદાના ભ્રષ્ટાચારની તપાસ સુપ્રીમ કોર્ટ કરેઃ પ્રિયંકા
નવી દિલ્હી: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જાેડાયેલા જમીનના એક સોદામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનુ કહેવુ છે કે, આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, બે કરોડ રુપિયાની જમીન માત્ર પાંચ મિનિટ બાદ ટ્રસ્ટ દ્વારા ૧૮.૫ કરોડ રુપિયામાં ખરીદવામાં આવી હતી .આમ દરેક સેકંડે આ જમીનની કિંમત ૫.૫ લાખ રુપિયા વધી હતી.આ રકમ હિન્દુસ્તાનની જનતાએ મંદિર બનાવવા માટે દાનમાં આપેલી છે.જમીનની ખરીદ અને વેચાણ સાથે સંકળાયેલા દસ્તાવેજાેમાં સા ક્ષીઓના નામ પણ એક સરખા છે.એક સાક્ષી મંદિરના ટ્રસ્ટી અને બીજા સાક્ષી ભાજપના નેતા તથા અયોધ્યાના મેયર છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, ટ્ર્સ્ટની રચના પીએઅ્મ મોદીએ જ કરી હતી.પીએમ મોદીના નજીકના લોકો ટ્રસ્ટમાં છે.આ ટ્રસ્ટ લોકોના વિશ્વાસ સાથે જાેડાયેલુ છે.પીએમ મોદીની જવાબદારી છે કે, પ્રભુ શ્રીરામના નામ, ભક્તો દ્વારા આપવામાં આવેલા ડોનેશનની રકમનો ઉપયોગ યોગ્ય રીતે થાય, નહીં કે ગોટાળા કરવામાં.
તેમણે આગળ કહ્ય હતુ કે, આ પ્રકારનો પ્રયાસ કરોડો ભારતીયોની આસ્થા પર પ્રહાર સમાન છે અને મહાપાપ છે.સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાની નજર હેઠળ તપાસ કરાવવી જાેઈએ તેવી કરોડો ભારતીયોની લાગણી છે.