જમુઇમાં કિશોર પુત્રની સામે જ વિધવા માતા પર ગેંગરેપ
જમુઇ: બિહારના પુત્રની સામે જ તેની વિધવા માતા પર દબંગોએ ગેંગરેપ કર્યો અને વિરોધ કરવા પર મહિલાને લાતો મારી તેની પિટાઇ કરી તેને ચાકુ મારી દેવામાં આવ્યું હતું આ ઘટના જમુઇ જીલ્લાના ચકાઇમાં બની છે ફરિયાદ બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ચકાઇના એક ગામમાં કેટલાક દબગોેએ પુત્રની સામે જ વિધવા મહિલાની સાથે ગેંગરેપ કર્યો
જયારે મહિલાઓ વિરોધ કર્યો તે તેમણે મહિલાની સખ્ત પિટાઇ કરી અને ગળા પર ચાકુ મારી દીધુ હતું આ ૩૫ વર્ષની પીડિતા પોતાના ૧૩ વર્ષના પુત્રની સાથે ગામમાં રહી બીજાના ખેતરોમાં મજુર કરી જીવન પસાર કરી રહી હતી મહિલાના પતિનું પહેલા જ મોત થયું હતું.
પીડિત મહિલાના પુત્રએ કહ્યું કે સવારે પડોસી સુખદેવ યાદવ અને મહેન્દ્ર યાદવ ઘરમાં ધુસી આવ્યા અને ચાકુનો ભય બતાવી ધકમાવવાનું શરૂ કર્યું ત્યારબાદ માતાની સાથે ખોટો વ્યવહાર કર્યો માતાએ વિરોધ કર્યો તે ચાકુથી હુમલો કર્યો મને પણ ચાકુ બતાવવામાં આવ્યું હતું જતા પહેલા આરોપીઓએ મારા અને માતાની ખુબ પિટાઇ કરી હતી ને ઘટનાની બાબતમાં કોઇને જાણ નહીં કરવાની ધમકી આપી હતી.
આ અંગેની ફરિાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ટાઉન પોલીસ સ્ટેશનના વડા રવિશંકરે કહ્યું કે અરજીના આધાર પર પોલીસે એફઆઇઆર દાખલ કરી છે તાકિદે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તેમને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે