જમ્મુને ચીનનો હિસ્સો દર્શાવતા લોકો ટિ્વટર પર ભડકી ઉઠ્યા
નવી દિલ્હી, હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટિ્વટર પણ લોકોના નિશાના પર આવી ગયું છે. મૂળે ટિ્વટર ઈન્ડિયાએ એક સ્થળે જમ્મુ-કાશ્મીરને ચીનના હિસ્સાના રૂપમાં દર્શાવ્યું છે. ત્યારબાદ ઇન્ટરનેટ પર ટિ્વટરની આ હરકતને લઈ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોએ ટિ્વટર ઈન્ડિયાના અધિકારીઓની ધરપકડ કરવા સુધીની માંગ કરી છે.
ટિ્વટરની આખ હરકત બાદ આ મુદ્દાને ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કંચન ગુપ્તાએ ઉઠાવ્યો. કંચન ગુપ્તાએ ટિ્વટમાં લખ્યું કે, ટિ્વટરે હવે ભૂગોળ બદલવાનો ર્નિણય કરી લીધો છે. તેણે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો જાહેર કરી દીધો છે. આ ભારતીય કાયદાનું ઉલ્લંઘન નથી તો બીજું શું છે? શું અમેરિકાની કંપની કાયદાથી ઉપર છે? એક લાઇવ બ્રોડકાસ્ટમાં જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવ્યા બાદ ઊભા થયેલા વિવાદ પર ટિ્વટરના પ્રવક્તાએ કહ્યું કે, અમે રવિવારે થયેલી આ ટેકનીકલ સમસ્યાથી અવગત છીએ. અમે તેને સમજીએ છીએ અને તેની સંવેદનશીલતાનું સન્માન કરીએ છીએ.
અમારી ટીમે તેની તપાસ કરી અને જિયોટેગની આ સમસ્યાને ઉકેલી દીધી છે. એક યૂઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ભારતને આ મામલામાં શાંત ન બેસવું જોઈએ. ટિ્વટર ઈન્ડિયાના ભારતીય પ્રબંધનમાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ. તેની પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.SSS