Western Times News

Gujarati News

જમ્મુ અને કશ્મીરના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં રેડીઓના વિવિધ પાસાઓ વિષે જાણકારી મેળવી

વિશ્વ રેડિયો દિવસના નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીએ ગુરુવારે ડૉ. દર્શન ત્રિવેદી ( ફેકલ્ટી મેમ્બર માયકા અને ફિલ્મમેકર) સાથે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. જમ્મુ અને કશ્મીરની શાળાના વિદ્યાર્થીઓ ડૉ. ત્રિવેદી સાથે સેશનમા જોડાયા હતા તેમાં તેઓએ રેડિયોને લગતા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

યુનાઈટેડ નેશન રેડિયોની સ્થાપના 13 ફેબ્રુઆરી 1946ના રોજ થઇ હતી. 14 જાન્યુઆરી 2013ના રોજ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ યુનેસ્કોના વર્લ્ડ રેડિયો ડેના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમના 67મા સેશન દરમિયાન યુ.એન. જનરલ એસેમ્બલીએ 13 ફેબ્રુઆરને વિશ્વ રેડિયો દિવસ જાહેર કરતા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

ડૉ. ત્રિવેદીએ સેશનની શરૂઆત વિદ્યાર્થીઓને રેડિયોની પેટન્ટ માટે માર્કોની અને ટેસલા વચ્ચે થયેલા સંઘર્ષની વાત થી કરી હતી. ત્યારબાદ તેઓએ એ.એમ.,એફ.એમ., સેટેલાઈટ રેડિયો, ઓનલાઈન રેડિયો અને હેમ રેડિયો વચ્ચેના ભેદ સમજાવ્યા હતા.

ઓલ ઈન્ડિયા રેડિયોની વાત કરતાં ડૉ. ત્રિવેદીએ કહ્યું કે ભારતની રાષ્ટ્રીય અને જાહેર સેવા આપતી સંસ્થા જાણકારી આપવા, શિક્ષણ આપવા અને લોકોના મનોરંજન માટે કાર્ય કરે છે.  એરની સેવાઓમા 470 બ્રોડકાસ્ટ સેન્ટર જોડાયેલા છે જે લગભગ દેશનો 97ટકા ભાગ, 23 ભાષા અને 179 બોલીઓ આવરી લે છે. તે દુનિયાની સૌથી મોટી બ્રોદ્કાસ્ટિંગ સેવા આપતી સંસ્થા છે.

એફએમ રેડિયો વિષે સમજાવતાં, ડૉ. ત્રિવેદી કહેલું કે,  એફ એમ રેડિયો સ્ટેશન અને ઓલ ઈન્ડિયા રેડિયો બંને એકબીજાથી તદ્દન અલગ છે. ખાનગી રેડિયો સ્ટેશન ધંધાકીય રીતે કામ કરે છે. તેમની પાસે કે પહોચ છે જેના લીધે છેવાડાની જગા સુધી પહોચે છે અને તે ખૂબ જ અગત્યનું છે. તેના અવાજની ગુણવત્તા એ એમ કરતાં ઘણી સારી છે.

સેશન દરમ્યાન વધુમાં ડોં ત્રિવેદી જણાવ્યુ કે રેડિયોએ કેવી રીતે આ ડિજિટલ યુગમાં પણ એનું સ્થાન બનાવી ને રાખેલું છે.  “આ ડિજિટલ યુગમાં રેડિયો એ એનું મહત્વ જાળવી રાખેલ છે. રેડિયોની એક સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં ટેલિવિઝન કે ઇન્ટરનેટની જરૂરિયાત નથી. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં મહાભયાનક પૂર આવેલું ત્યારે એફએમ સ્ટેશનોએ મહત્વની ભૂમિકા ભજવેલી.

ઈશરત બશીર, એક પુલવામાની વિધાર્થીની છે જેને કહેલું કે એને પણ આવી જ પરિસ્થિતિમાં રેડિયોની મદદ મળેલી અને એના જેવા ઘણાં વિધાર્થી ને સંકટ સમયમાં કામે આવેલો. ઈશરતે વધુમાં કહેલું, “અમારા ઘરે જ્યારે ઇન્ટરનેટ કામ નહતું કરતું ત્યારે, રેડિયો અમારા કામે લાગેલો. સ્કૂલના ફોર્મ, પરીક્ષા અને શાળાઓના સમયની માહિતી અમને રેડિયો પરથી મળતી હતી. અમે સાયન્સ સિટીના આભારી છીએ કે અમને રેડિયો વિષે અલગ અલગ માહિતી શીખવાની તક આપવા માટે જેમાં ટ્રાન્સમિશનથી લઈ એફએમ અને એએમ રેડિયો વચ્ચેનો ભેદ સમજવા મળ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.