જમ્મુ અને કાશ્મીરમાં ૧૬ એક્રાઉન્ટરમાં ૮૬ આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં ભારત પાકિસ્તાન સીમા પર શાંતિની એક ઝલક બાદ ગત ૬ અઠવાડિયામા ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જાેવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકવાદીઓની સંખ્યામાં તેજી આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં ૮૬ આતંકીઓ માર્યા ગયા છે. ફક્ત જૂન અને જુલાઈમાં ૩૬ આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે. જુલાઈમાં ગત ૨૦ દિવસોમાં ૧૦ એન્ટકાઉન્ટર્સ થયા છે. આ એન્કાઉન્ટર્સમાં ૨૦ આતંકવાદી માર્યા ગયા છે. જેમાં ૪ પાકિસ્તાની મૂળના ગણાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સુરક્ષા દળોએ ૩૬ ઓપરેશન કર્યા જેમાં ૮૬ આતંકીઓ માર્યા ગયા. જેમાંથી ૮૦ કાશ્મીરમાં ૬ જમ્મુમાં માર્યા ગયા. આ આતંકવાદીઓમાં અડધાથી વધારે લશ્કર-એ તૈયબાથી હતા. આ ઓપરેશન્સમાં ૧૫ સુરક્ષાકર્મીઓ શહિદ થયા અને ૧૯ નાગરિકોના જીવ ગયા છે.
અંગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર એક રિપોર્ટ મુજબ સરકારી સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ વર્ષે એપ્રિલ સુધી સુરક્ષા દળોની સાથે કોઈ પણ અથડામણમાં વિદેશી આતંકવાદી(પાકિસ્તાની) સામેલ નહોંતા. એપ્રિલથી જૂનની વચ્ચે ૪ વિદેશી આતંકી અથડામણમાં માર્યા ગયા. જુલાઈમાં વધુ ૪ વિદેશી આતંકી ઠાર કરાયા હતા. જેથી આ સંખ્યા વધીને ૮ થઈ ગઈ.
ભારત અને પાકિસ્તાને બે દેશોના ડીજીએમઓની મુલાકાત અને ૨૫ ફેબ્રુઆરીએ એક સંયુક્ત નિવેદન જારી કર્યા બાદ યુદ્ધ વિરામનું સન્માન કરવાનો ર્નિણય લીધો હતો. જેને દેશોની વચ્ચેના સંબંધમાં એક મહત્વપૂર્ણ ર્નિણયના રુપમાં જાેવામાં આવ્યો હતો. આશા હતી કે હવે ઘૂસણોર અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓમાં ઘાટાડો આવ્યો છે. જાે કે ઘાટીની અંદર શાંતિ કેટલાક મહિના માટે કાયમ રહી. રિપોર્ટ અનુસાર સૂત્રોનું કહેવું છે કે ગત અઠવાડિયામાં ઘૂસણખોરીના ૪ પ્રયત્નોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. જ્યારે ૩ સફળ થઈ ગયા છે અને ૨૦થી વધારે આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરોની જાણકારી મળી છે.
આતંકવાદીઓની ભરતીની વાત કરીએ તો આ વર્ષે ૧૫ જુલાઈ સુધી ૬૯ લોકો આતંકી બન્યા છે. જ્યારે ગત વર્ષ આ સંખ્યા આ સમયે ૮૫ હતી. મોટા ભાગે ભરતી દક્ષિણ કાશ્મીરના ૩ જિલ્લા કુલગામ, શોપિયા અને પુલવામાથી થઈ. વર્ષ ૨૦૧૯માં ૧૪૩ની સરખામણીમાં ૨૦૨૦માં ૧૭૪ વ્યક્તિ આતંકવાદી બન્યા.