જમ્મુ-કાશ્મિર DDC ચુટણીમાં BJPની 3 બેઠકો પર જીત
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ચુટણીમાં આશા મુજબ જમ્મુમાં બિજેપીએ કલમ 370 હટાવ્યા બાદ બનેલા ગુપકર ગઠબંધનને ખીણમાં મોટી જીત મળતી જોવા મળી રહી છે, હજુ સુધી ખીણમાં મોટી વાત એ છે કે બિજેપીએ એન્ટ્રી કરીને માત્ર 3 જ બેઠકો પર જીત મેળવી છે, તે સાથે જ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો આગળ છે, આ અપક્ષો પરિણામોને પલટી શકવા સક્ષમ છે.
નેશનલ કોન્ફરન્સ અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સહિતની 7 પાર્ટીઓનું ગઠબંધન ગુપકર હાલ તો 88 ડીડીસી બેઠકો પર આગળ છે, જ્યારે બિજેપી 46 સીટો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 21 બેઠકો પર આગળ છે, ખીણમાં બિજેપી માટે એક ખુશખબર એ છે કે બે સીટો પણ તેણે ખાતું ખોલ્યું છે, જમ્મુ કાશ્મિર અપની પાર્ટી સંપુર્ણપણે ફ્લોપ સાબિત થઇ છે.
DDC ચુંટણી પરિણામોમાં હાલ તો ગુપકર ચોક્કસપણે આગળ ચાલી રહી છે, પરંતું બિજેપીએ મુસ્લિમ બહુમતી ઘરાવતા ખીણ વિસ્તારમાં એક રીતે રેકોર્ડ બનાવ્યો છે, બિજેપી સામે 7 પાર્ટીઓનું ગુપકર ગઠબંધન ચુટણી લડી રહ્યું છે.
BJPનાં ઉમેદવાર એઝાઝ હુસેને અહીં એક સીટી જીતી છે, તેમણે રામમાધવને હુસેનને જીત માટે અભિનંદન આપ્યા છે,તેમણે બલ્હામા બેઠક પરથી જીત મેળવી છે. તે ઉપરાંત કાશ્મિર ખીણમાં બાંદીપોરા જિલ્લાની તુલાલ બેઠક પર બિજેપીનાં ઉમેદવાર એઝાઝ અહેમદ વિજયી રહ્યા છે, ત્યાં જ પુલવામાં જિલ્લાની કાકપોરા સીટ પર બિજેપીનાં મુન્હા લતીફે જીત મેળવી છે, બિજેપી માટે આ બહુ મોટી સફળતા છે.