જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા: ૫.૭ની તીવ્રતાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા
નવીદિલ્હી, આજે શનિવારની વહેલી સવારે જ્યારે દેશના ઉત્તર ભારતમાં લોકો પોતાના ઘરોથી કામ પર જવા નીકળી રહ્યા હશે એ જ સમયે પ્રચંડ તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. સવારકના સમયે દેશના જમ્મુ કાશ્મીરથી લઈને અને દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રચંડ તીવ્રતાવાળા ભૂકંપના આંચકાથી ગભરાઈ અને લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના સત્તાવાર ટ્વીટ મુજબ આજે સવારે ૯.૪૫ વાગ્યા ૫.૭ના મેગ્નીટ્યૂડનો આંચકો ૩૬.૩૪૦ લેટીટ્યૂડ અને ૭૧.૦૫ લોન્ગેટ્યૂડ પર અનુભવાયો જેની ડેપ્થન અફઘાનિસ્તાન-તજાકિસ્તાન બોર્ડરથી ૧૮૧ કિલોમીટર છે. આ ભૂકંપના કારણે દિલ્હી એનસીઆર સુધી આંચકા અનુભવાયા છે.
ભારતમાં સતત બીજા દિવસે ભૂકંપનો આચંકો આવ્યો છે. શુક્રવારે કચ્છમાં સવારે ૩.૧ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર હતું. ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજાેીએ જણાવ્યું શુક્રવારે સવારે રાપરેમાં ૧૦.૧૬ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૯.૧ કિલોમીટર ઉંડાણમાં હતું,.
આ ભૂકંપની અસર ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ જાેવા મળી છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી, પંજાબના અન્ય શહેરો અને ખૈબર પખ્તૂનખ્વામાં પણ ઝટકા અનુભવલાયા છે. ગત મહિને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ૨૬ લોકોના મોત થયા છે.HS