જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ૩ આતંકવાદીઓ ઠાર મરાયા
નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરમાં પાછલા કેટલાક દિવસોથી આતંકી ગતિવિધિઓ વધી ગ છે. ઘાટીમાં પાછલા બે મહિનામાં આતંકવાદીઓની ઘૂસણખોરી વધવાથી સેના અને સુરક્ષાબળોને અલર્ટ રાખવામાં આવ્યા છે. આ દરિયાન આજે સોમવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી અને સેનાએ એક કલાક ચાલેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા, જો કે હજી સુધી આતંકવાદીઓની ઓળખ નથી થઇ શકી. સેનાને આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સેનાને અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. જાણકારી મળ્યા બાદ જમ્મુ કાશ્મીર બળ અને સેનાના જવાનોએ જોઇન્ટ ઓપરેશન સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિસ્તારની ઘેરાબંધી કરી આતંકવાદીઓની તલાશ શરૂ કરવામાં આવી. તાબડતોડ ફાયરિંગ શરૂ થયું. સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા. એક કલાકથી ઓછા સમયમાં સેનાએ ૩ આતંકવાદીઓને ઠાર માર્યા. સમગ્ર વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને આતંકવાદીઓની તલાશ કરવામા આવી રહી છે.
અગાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાબળોએ ૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગુપ્ત જાણકારી બાદ સુરક્ષાબળોએ કાર્યવાહી કરી અને અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલ ચેવા અલ્લારમાં એક આતંકવાદીને ઠાર માર્યો, જ્યારે એ દિવસે સવારે બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ૨ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આ મહિને ૧૫ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ૪૬ આતંકવાદીઓ ઠાર મરાયા છ. આતંકવાદીઓની મદદ કરનારાઓ સુધી પહોંચવા સનાએ અભિયાન ચલાવ્યું છે.