જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં જૈશના આંતકી નેટવર્કનો પર્દાફાશ

પ્રતિકાત્મક
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સેના અને સ્થાનિક પોલિસને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેના, સીઆરપીએફ ને સ્થાનિય પોલિસે મળીને જૈશ-એ-મોહમ્મદના આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સેનાએ આતંકવાદીઓના છ મદદગારોને પણ પકડ્યા છે. પોલિસ અધિકારોએ જણાવ્યું કે ત્રાલ અને સંગમ વિસ્તારમાં જે ગ્રેનેડ હુમલા થયા હતા, તેમાં આ આતંકી નેટવર્કનો જ હાથ હતો.
આતંકવાદીઓના જે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે, તેઓ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના સંપર્કમાં હતા. આ લોકોએ જ હાલમાં સુરક્ષા દળો પર થયેલા ગ્રેનેડ હૂમલાના કાવતરાને અંજામ આપ્યો હતો. આ સિવાય પોલિસને આ લોકો પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી છે. આ તમામ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ નેટવર્કના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે જાણવાનો સેનાના અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
ગયા મહવિને પોલિસે અવંતીપોરા વિસિતારમાંથી બે લોકોની ધરપકડ કરી હતી. પોલિસે જણાવ્યું હતું કે જેલ લોકકોની ધરપકડ કરાય છે તેઓ જૈશના આતંકીઓ સાથે જોડાયેલા છે. આ બે વ્યક્તિમાં એક ત્રાલનો બિલાલ અહમદ ચોપાન અને ચતલામ પમ્પોરનો રહેવાસી મુર્સલીન બશીર શેખ હતો.
પોલિસના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓના મદગાર આ લોકો તેમને તમામ પ્રકારની સહીયતા આપતા હતા. પાકિસ્તાનથી આવલતા આતંકિઓના રેહેવાની, જમવાની, હથિયારો સહિતની વ્યવસ્થઆ કરી આપતા હતા. ઉપરાંત પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકા સાથે સંપર્ક રાખીને ષડયંત્રો પણ રચતા હતા.