જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સરહદ નજીક સુરંગ મળી
કઠુઆ, સીમા સુરક્ષા દળને કઠુઆના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક સુરંગ મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરંગ મળવાના કારણે પાકિસ્તાનના વધારે એક ષડયંત્રની પોલ ખુલી છે. આ સુરંગનો ઉપયોગ આતંકીઓને ભારતમાં મોકલવા માટે થતો હતો.
અધિકારીઓએ કહ્યું કે બીએસએફના જવાનોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે એક સુરંગ શોધી છે. એક અભિયાન દરમિયાન સવારે બોબિયા ગામની અંદર બેસએફના જવાનો દ્વારા આતંકીઓની ઘૂસણખોરી માટે વપરાતી અને સીમાપાર સુધી લંબાયેલી સુરંગને શોધી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.
મળતી માહિતિ પ્રમાણે સુરંગની લંબાઇ લગભગ 150 મીટર છે. સાથે જ સુરંગની અંદરથી સિમેન્ટની બોરીઓ મળી છે. જે પાકિસ્તાનની કરાંચીમાં બનેલી છે. પાકિસ્તાનની સૈન્ય ચોકીની બરાબર સામે આ સુરંગ ખોદવામાં આવી છે. બીએસએફને સાંબા વિસ્તારમાં સુરંગ હોવાના ઇનપુટ મળ્યા હતા. જેને ધ્યાને લઇને બીએસફની એક સ્પેશિયલ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાયું જેમાં આ સુરંગ મળી આવી છે. આ સુરંગના મોઢાને સિમેન્ટની બોરીઓ વડે બંધ કરવામાં આવ્યું હતું.
આ પહેલા પણ ગયા વરેષ ઓગષ્ટ મહિનામાં આ જ વિસ્તારમાં એક સુરંગ મળી હતા. તેમાંથી પણ પાકિસ્તાની બોરીઓ મળી હતી. આ વખતે પણ તેવી જ સુરંગ મળી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે સીમાપાર ભારતમાં ઘૂસણખોરૂ કરવા માટે 400 આતંકીઓ તૈયાર બેઠા છે.