જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો
૬ લોકોના મોત અને પાંચ ઘાયલ
હુમલા બાદ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.
જમ્મુ-કાશ્મીર,જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓએ બિન સ્થાનિક લોકો પર હુમલો કર્યાે હતો. આ હુમલામાં ૬ લોકોના મોત થયા છે. હુમલા બાદ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.પ્રારંભિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.
હાલ સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડી પાડવા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. મળતી માહિતી મુજબ આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ળન્ટ એ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. ધ રેઝિસ્ટન્સ ળન્ટ એ લશ્કર-એ-તૈયબાની શાખા છે.જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમાલાને વખોડી કાઢ્યો છે. પીડિત પરિવારોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ‘સોનમર્ગ વિસ્તારમાં બિન સ્થાનિક મજૂરો પર આતંકવાદી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે જ્યારે બે-ત્રણ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ૧૬ ઓક્ટોબરે આતંકીઓએ શોપિયાંમાં એક બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.ss1