જમ્મુ કાશ્મીરના ગુરેજ સેકટરમાં છ વર્ષ બાદ ધુષણખોરી, બે આતંકી ઠાર
દ્વાસ, જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને પુરી શÂક્ત લગાવી દીધી છે.પરંતુ સુરક્ષા દળોની સતર્ક દેખરેખને કારણે તેને દર વખતે પરાજયનો સામનો કરો પડી રહ્યો છે પાકિસ્તાન હવે ધુષણખોરી માટે નવા નવા રસ્તા શોધી રહ્યું છે.સેનાએ હવે રાજયના સિંધ ઘાટીના ગુરેજ સેકટરમાં બે આતંકીઓને ઠાર માર્યાછે. કહેવાય છે કેલગભગ છવર્ષ બાદ આ વિસ્તારમાં ઘુષણખોરીની ઘટના સામે આવી છે.
લશ્કરી સુત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓની ધુષણખોરીની આ ઘટના ૨૭ સપ્ટેમ્બર અને ૩ ઓકટોબરને થઇ તેમણે કહ્યું કે ગત અનેક વર્ષથી સિંધ ઘાટી શાંત હતી અને અહીં અંતિમ આતંકવાદ નિરોધક અભિયાન ઓગષ્ટ ૨૦૧૩માં ચલાવવામાં આવ્યું હતું સેનાના એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન નિયંત્રણ રેખાની દરેક તરફથી આતંકવાદીઓની ધુષણખોરી કરાવી આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છ.તેનાથી ઘાટીના સ્થાનિક લોકો ભયમાં છે અને તેને ડર સતાવી રહ્યો છે કે પાકિસ્તાની આતંકીઓના હાથે તેમનો જીવ જઇ શકે છે.
સેનાના સુત્રોના જણાવ્યા અનુસાર ગ્રેનેડ લોન્ચરની સાથે બે આતંકવાદીઓ આવવા આ વિસ્તાર માટે ચિંતાજનક વાત છે આ વિસ્તારમાં જીપ્સી સમુદાયના લોકો રહે છે અને અખરોટ તથા અન્ય પ્રાકૃતિક જડીબુટ્ટીઓથી પોતાનું ઘર ચલાવે છે ગાંદરબલ અને કારગિલ પોલીસ ખાડીના એક દેશમાં રહી એક વ્યક્તિને કરવામાં આવેલ ફોન કોલની તપાસ કરી રહી છે પોલીસે આવું ત્યારે કર્યું જયારે એક સ્થાનિક પરિવારને એક આતંકીની શબનો દાવો કર્યો.
જ્મ્મુ કાશ્મીરના એક વરિષ્ઠ ગુપ્ત અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓની પાસેથી વાયરલેસ વીએચએફ સેટ કબડે કર્યો છે જે દર્શાવે છે કે જે લોકો પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાની સાથે સંપર્કમાં હતાં સુરક્ષા એજન્સીઓ એ વાતથી કહી શકે છે કે એક પરિવારને એક આતંકીના શબનો દાવો કર્યો હતો અમે નમુનાની ડીએનએન તપાસ કરી રહ્યાં છીએ.અમને એ પણ બતાવવામાં વ્યું છે કે આ પરિવારને સાઉદી આરબથી કોઇએ એલર્ટ કર્યું હતું. તેની તપસ કરવામાં આવી રહી છે.
એક અલગ ઘટનાક્રમમાં વિશ્વસ્ત ગુપ્ત માહિતી મળી છે કે શ્રીનગર કેન્દ્રીય કારાગારમાં બંધ અનેક લોકો જૈશ એ મોહમ્મદના દક્ષિણ કાશ્મીરમાં સક્રિય વિદેશી આતંકવાદીઓની સાથે સંપર્કમાં છે.