જમ્મુ કાશ્મીરના જેવનમાં પોલીસ ફોર્સ પર આતંકી હુમલો: 3 જવાન શહીદ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસ ફોર્સ પર સોમવાર સાંજે હુમલો કર્યો છે. શ્રીનગરના જેવન વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાયો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ પોલીસ બસ પર ફાયરિંગ કર્યું હતું. હુમલામાં 3 જવાન શહીદ થઈ ગયા છે. 11 જવાન ઘાયલ છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ શ્રીનગરના જેવનમાં પંથા ચોક-ખોનમોહ રોડથી ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનની ગાડી પસાર થઈ રહી હતી. આતંકવાદીઓએ તેમની બસ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસનું કહેવું છે કે તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.