જમ્મુ કાશ્મીરના પમ્પોરમાં આતંકી હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા
શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બે સીઆરપીએફના જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે પાંચ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત સૈનિકોને ઉપચાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખબર છે કે ઘટનાને બન્યા પછી આતંકીઓ આસપાસમાં છુપાયા છે. જેથી આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.
જાણકારી મુજબ દક્ષિણ કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓએ ફરી એક વાર સીઆરપીએફના જવાનોને પોતાનો નિશાનો બનાવ્યા છે. પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી માટે તૈનાત હતા. આ દરમિયાન કેટલાક આંતકીઓએ અહીં પહોંચીને અચાનક જ ફાયરિંગ શરૂ કર્યું.
આ હુમલામાં બે જવાન શહીદ થયા છે. અને પાંચ ઇજાગ્રસ્ત. જેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને હાલ અહીં સધન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકી સામે સેના સતત કાર્યવાહી કરી રહી છે.