જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાસપોર્ટ અરજી નામંજૂર
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીના ભારતીય પાસપોર્ટ માટેની અરજી સોમવારે રદ કરવામાં આવી હતી. મહેબૂબાએ આ મામલે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને પણ રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું કે અમને નથી લાગતું કે કોર્ટે આમાં દખલ કરવી જાેઈએ. તેથી આ અરજી નામંજૂર કરવામાં આવી રહી છે.હકીકતમાં, પોલીસ વેરિફિકેશન રિપોર્ટ (પીવીઆર) માં જમ્મુ-કાશ્મીર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) એ મહેબૂબાને પાસપોર્ટ ન આપવા કહ્યું હતું. પીવીઆરનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી, પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે તેમને પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો.
આ ઘટના બાદ મહેબૂબાએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાસપોર્ટ માટેની મારી અરજી રદ કરવામાં આવી છે, શું ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેશ માટે ખતરો છે? પાસપોર્ટ ઓફિસે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના વડા મહેબૂબાને એક પત્ર જારી કર્યો છે. પત્રમાં લખ્યું છે કે જાે મહેબૂબા ઇચ્છે તો તે વિદેશ મંત્રાલયને પાસપોર્ટ નામંજૂર કરવા વિરુદ્ધ અપીલ કરી શકે છે.
પાસપોર્ટ અરજી નામંજૂર થયા બાદ મહેબૂબાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં સામાન્યકરણનું વચન આપવામાં આવ્યું હતું. શું આ રીતે બધું સામાન્ય કરવામાં આવશે? મારો પાસપોર્ટ આપવામાં આવી રહ્યો નથી. સીઆઈડીએ તેના અહેવાલમાં મને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. ૨૦૧૯ પછી અમે આ પ્રાપ્ત કર્યું છે. પૂર્વ મુખ્ય પ્રધાનને પાસપોર્ટ આપવાથી શક્તિશાળી દેશની વિશ્વસનીયતા જાેખમમાં મુકાય છે.