જમ્મુ-કાશ્મીરના વિકાસને કોઈ નહીં રોકી શકેઃ અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રીએ ઝોરાવર ઓડિટોરિયમમાં યુવાનોને સંબોધન કર્યું હતું શાહે કહ્યું કે, જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય સમાપ્ત થયો છે
નવી દિલ્હી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આજે ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સરહદથી થોડે દૂર ઝોરાવર ઓડિટોરિયમમાં યુવાનોને સંબોધન કર્યું હતું. જેમાં અમિત શાહે કહ્યુંકે, ‘જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય સમાપ્ત, હવે કોઈ પણ વિકાસને ખલેલ પહોંચાડી શકશે નહીં. શાહે એમ પણ કહ્યુંકે, અહીંનો વિકાસ કોઈ નહીં રોકી શકે, જમ્મુ-કાશ્મીર પ્રધાનમંત્રી મોદીના દિલમાં વસે છે.
ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા અમિત શાહના પ્રવાસનો આજે બીજાે દિવસ છે. આજે અહીં રેલીને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ આજે જમ્મુ આવ્યા છે એમ કહેવા માટે કે જમ્મુના લોકોને અન્યાય કરવાનો સમય પૂરો થઈ ગયો છે,
હવે તમારી સાથે કોઈ અન્યાય કરી શકે નહીં. અહીંથી શરૂ થઈ રહેલા વિકાસના યુગને જે લોકો ખલેલ પહોંચાડી રહ્યા છે તેઓ પરેશાન છે, પરંતુ વિકાસના યુગને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એક સમય હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કહેવા માટે પાંચ પરંતુ માત્ર ચાર મેડિકલ કોલેજ હતી, પરંતુ આજે અહીં સાત નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ ૫૦૦ વિદ્યાર્થીઓ અહીંથી સ્મ્મ્જી કરી શકતા હતા, હવે લગભગ ૨,૦૦૦ વિદ્યાર્થીઓ અહીંથી સ્મ્મ્જી કરી શકશે.
ઉલ્લેખનીય છેકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાલ જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે એ સમય ગાળા દરમિયાન જ ઘાટીમાં આતંકીઓ હુમલા કરી રહ્યાં છે. આંતકીઓએ જમ્મુ-કાશ્મીરના શોપિંયા અને પૂંછ સેક્ટરમાં હુમલો કર્યો છે. આતંકીઓએ સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેને પગલે ઘાટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને ભારતીય જવાનો તરફથી પણ હુમલાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.