જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અઠડામણમાં ચાર આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જ્યારે એક આતંકવાદીએ સરેન્ડર કર્યુ છે. હજુ પણ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. સેનાએ જે ચાર આતંકીઓને ઠાર માર્યા છે તે અલ-બદર મુજાહિદિન સંગઠનના હોવાનું જાણવા મળ્યું છે. જે આતંકીઓને છઆર મારવામાં આવ્યા છે તેમની ઓળખ હજુ અજ્ઞાત છે. પહેલા આતંકીઓ તરફથી સેનાના જવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થયું. ઘટના સ્થળ પરથી એકે 47 અને પિસ્તોલ પણ મળી આવ્યા છે. એક પોલીસ ધિકારીના જણાવ્યા પ્રમાણે શઓપિયા જિલ્લાના કિલૂરા વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની સેનાને સીચના મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ. તે દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો. સેનાએ તરત જ જવાબી કાર્યવાહી કરી, જેમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.