જમ્મુ-કાશ્મીરના શોપિયામાંં એન્કાઉટરમાં બે આતંકી ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી વિસ્ફોટ જપ્ત થયો છે. આ અથડામણ આજે સવારે ચૌગામ વિસ્તારમાં શરૂ થઈ હતી.
હજુ તે જાણકારી મળી નથી કે ઘરાયેલા આતંકી ક્યા સંગઠન સાથે જાેડાયેલા છે. અથડામણને લઈને કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે, શોપિયાંમાં ચાલી રહેલી અથડામણમાં બે અજાણ્યા આતંકી માર્યા ગયા છે અને તેની પાસેથી વિસ્ફોટક મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મહત્વનું છે કે આ પહેલા કાલે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો એક આતંકી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે એક પોલીસ નિરીક્ષક અને ભાજપ કાર્યકર્તાઓ અને અન્યની હત્યામાં સામેલ હતો.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, જિલ્લાના અરવાની વિસ્તારમાં મુમનહાલ ગામમાં આતંકીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.HS