જમ્મુ કાશ્મીરની ધરતી એકવાર ફરી ધ્રુજી ઉઠી
જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં આજે સવારે એક વાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીએ રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૨ માપી છે.
આજેસવારે ૧૦.૪૨ મિનિટ પર આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનની ઉડાઇથી માત્ર પાંચ કિલોમીટર નીચે હતું
આ પહેલા શનિવારે પણ બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેની તીવ્રતા ૪.૮ માપવામાં આવી હતી.
જાે કે ભૂકંપના કેન્દ્રની ઉડાઇ જમીનથી ૧૨૦ કિમી નીચે હતી શનિવારે પહેલા ગુરૂવારે પણ સવારે ૮.૧૯ મિનિટે ગુલમર્ગમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
આ દરમિયાન લોકો પોતાના ઘરોથી બહાર આવી ગયા હતાં આ પહેલા મંગળવારે પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
ભૂકંપના હિસાબથી જમ્મુ કાશ્મીર સંવેદનશીલ વિસ્તારમાં આવે છે ભૂકંપથી પહેલા અનેકવાર તબાહી મચી ગઇ છે. આઠ ઓકટોબર ૨૦૦૫ના રોજ કાશ્મીરમાં ૭.૬ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેમાં ભારત અને પાકિસ્તાનના ૮૦ હજાર લોકો માર્યા ગયા હતાં.HS