જમ્મુ કાશ્મીરમાંથી હથિયારો સાથે બે આતંકીઓની ધરપકડ
જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે ટ્રેકથી કાશ્મીર જઇ રહેલા બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ કુલગામના જવાહર ટનલની પાસે મોડી રાતે પકડી પાડયા હતાં તેમની પાસેથી બે એકે ૪૭ રાયફલ આઇઇડી ભરેલ બોકસ કબજે કર્યું છે સુરક્ષા એજન્સીઓ હાલ તેમની પુછપરછ કરી રહી છે. પહેલા પણ ટ્રકથી આતંકીઓ ઘાટી જવાની પુષ્ટી થઇ ગઇ હતી પુલવામા હુમલામાં સામેલ જૈશ આતંકી પણ ટ્રક દ્વારા જ જમ્મુથી થઇ શ્રીનગર પહોંચ્યા હતાં સુત્રોએ કહ્યું કે યોગ્ય માહિતીના આધાર પર સુરક્ષા દળોએ જમ્મુથી શ્રીનગર તરફથી જઇ રહેલ ટ્રકને જવાહર ટનલની પાસે રોકી તપાસ દરમિયાન બે આતંકીઓને પકડવામાં સફળતા મળી તેમની પાસેથી બે મેગઝીનની સાથે એક એકે ૪૭ રાયફલ,ત્રણ મેગઝીનની સાથે એક એમ ૪ યુએસ કાર્બાઇન ૧૨ મેગઝીનની સાથે છ ચીની પિસ્તોલ અને આઇઇડીથી ભરેલ બોકસ કબજે કરવામાં આવ્યું પોલીસ સુત્રોએ આતંકીઓની ધરપકડની પુષ્ટી કરી છે.
સુરક્ષા એજન્સીઓ તેમની પુછપરછ કરી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે તે કયાંથી આવી રહ્યાં હતાં અને હથિયાર તેમની પાસે કેવી રીતે પહોંચ્યા સુત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલા બંન્ને આતંકી સ્થાનીક છે તેની ઓળખ શોપિયા જીલ્લાના છોટીપોરાના બિલાલ અહમદ કુટ્ટે અને શાહનવાજ અહમદ મીરના રૂપમાં થઇ છે.હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સાંબા સેકટરમાં પાકિસ્તાન તરફથી ખોદવામાં આવેલ સુરંગ મળ્યા બાદ એ આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે આતંકીઓની ધૂષણખોરી થશે.HS