જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના ખાત્મા માટે મોરચાબંધી કરાશે
શ્રીનગર, સીઆરપીએફ દક્ષિણી કાશ્મીરમાં આતંકીઓની કમ્મર તોડવા માટે મજબુત રણનીતિ બનાવી રહી છે સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પોતાના સ્થાયી કેમ્પ બનાવવા ઇચ્છે છે. જયારે અનેક અન્ય વિસ્તારોમાં પણ પોતાના અસ્થાયી કેમ્પ દ્વારા આતંકીઓ પર દબાણ બનાવવાની યોજના બનાવાઇ છે એક અધિકારીએ કહ્યું કે દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓની બાબતે કોર ગઢમાં ધુસી સુરક્ષા દળ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર કાશ્મીર માટે સુરક્ષા દળે આતંકરોધી રણનીતિ નવેસરથી તૈયાર કરી છે.
સુત્રોએ કહ્યું કે કાશ્મીરમાં ૨૦ સ્થાનોની યાદી પ્રદાન કરી છે જયાં પ્રસ્તાવિત બટાલિયન કેમ્પ સ્થાપિત કરી શકાય જમ્મુ કાશ્મીરમાં પણ કેટલાક વિસ્તારોમાં કેમ્પ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે પુલવામા અને શોપિયા શ્રીનગર બડગામ ગાંદરબલ બાંદીપોરા બારામુલા કુપવાડા કુલગામમાં અનેક સ્થાનો પર બટાલિયન કેમ્પ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.
સુત્રોએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં સુરક્ષા દળ જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના મળી આતંકીઓની કમર તોડીમાં સફળ રહી છે પરંતુ દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તાર એવા છે કે જયાં હજુ પણ આતંકીઓને આશ્રય મળી રહ્યો છે. સીઆરપીએફ ઇચ્છે છે કે જમ્મુ કાશ્મીરમાં ખુબ લાંબા સમય સુધી તહેનાતીને જાેતા બટાલિયન કેમ્પ સાઇટની જરૂરત છે. બટાલિયન માટે યોગ્ય આધારભૂત માળખાની પણ જરૂરત વ્યકત કરવામાં આવી રહી છે સુત્રોનું કહેવુ છે કે પ્રસ્તાવિત બટાલિયન કેમ્પ ફકત સીઆરપીએફ જવાનો માટે યોગ્ય બુનિયાદી માળખામાં માટે જ નહીં પરંતુ તેમનું મનોબળ બનાવી રાખવામાં પણ મદદ મળશે અહીં યોગ્ય આધારભૂત માળખાની હાજરીમાં સીમિત સમયની સાથે પરિવારને પણ રાખી શકાય છે.
સુરક્ષા દળો સાથે જાેડાયેલ સુત્રોનું કહેવુ છે કે આતંકી સતત ધાટીમાં પોતાની રણનીતિ બદલી રહી છે પાકિસ્તાન ઘાટીમાં અસ્થિરતા માટે ભરપુર પ્રયાસ કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે સુરક્ષા દળોને દીર્ધકાલિક રણનીતિની જરૂરત છે સુત્રોએ કહ્યું કે દક્ષિણ કાશ્મીરમાં વધુ કડકાઇને કારણે આતંકી તે વિસ્તારોમાં સ્થળની શોધ કરતા રહે છે જયાં સુરક્ષા દળોની હાજરી ઓછી હોય આથી તમામ સુરક્ષા દળો અને ગુપ્ત એજન્સીઓ વચ્ચે સંકલનની સાથે ધાટીની સમગ્ર રણનીતિ પર કામ થઇ રહ્યું છે અધિકારીએ કહ્યું કે અમે આતંકીઓની દરેક મુવમેંટને ટ્રેક કરી પોતાના અભિયાન મજબુતીથછી ચલાવી રહ્યાં છે.HS