Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટવાના બે વર્ષ પૂરા

જમ્મુ-કાશ્મીર: આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાની બીજી વર્ષગાંઠ છે. આજના દિવસે એટલે કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે આપતો આર્ટિકલ-૩૭૦ નિષ્પ્રભાવી કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં ભાગલા પાડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. એટલે કે આજે ગુરૂવારે આ ઐતિહાસિક પગલાના બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે.

આ સમયગાળામાં જમ્મુ-કાશ્મીર સાથે જાેડાયેલી ઘણી જાેગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કેન્દ્ર શાસિત રાજ્યની સ્થિતિમાં અનેક પરિવર્તન આવી ગયા છે. આવો તેમાંથઈ કેટલાક પાસા પર નજર કરીએ અને તેને સમજીએ. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનીક નિવાસી બનવાના નિયમોમાં ફેરફાર કરતા બીજા રાજ્યોના એવા પુરૂષોને ત્યાંના સ્થાનીક નિવાસી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેણે જમ્મુ-કાશ્મીરની યુવતી સાથે લગ્ન કર્યા હોય.

અત્યાર સુધી આવા મામલામાં મહિલાના પતિ અને બાળકોને જમ્મુ-કાશ્મીરના સ્થાનીક નિવાસી માનવામાં આવતા નહતા. કેન્દ્ર સરકારે ઘાટીથી બહારના લોકોને કાશ્મીરમાં બિન કૃષિ યોગ્ય જમીન ખરીદવાની મંજૂરી આપી છે. પહેલા માત્ર જમ્મુ-કાશ્મીરના લોકો આમ કરી શકતા હતા. ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ હટ્યાના ૨૦ દિવસ બાદ શ્રીનગર સચિવાલયમાં જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી તિરંગો ફકરાવવામાં આવ્યો. બધા સરકારી કાર્યાલયો અને બંધારણીય સંસ્થાઓ પર પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની શરૂઆત થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.