જમ્મુ-કાશ્મીરમાં નગરોટામાં ૩ આતંકીઓ ઠાર
(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ: વહેલી સવારે સુરક્ષા દળના જુવાનો તથા આતકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબાર થતાં, નગરોટામાં ૩ આતંકીઓના ફાયરીંગમાં મોત થયાના સમાચાર છે. આ ૩ આતંકવાદીઓ શ્રીનગર ટ્રકમાં જ રહ્યા હતા ત્યારે સુરક્ષા દળના જુવાનોએ ગોળીબાર કરતા ૩ આતંકીઓ માર્યા ગયા હતા.
આ લખાઈ રહ્યુ છે કે ત્યારે સુરક્ષા દળના જુવાનો તથા આતંકવાદીઓ વચ્ચે નગરોટા ટોલનાકા પાસે સામસામા ગોળીબાર ચાલુ છે. દરમ્યાનમાં બે પોલીસ કર્મીઓ ગોળીબારથી ઘવાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ર૬મી જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તક દિને મોટા હુમલાનું ષડયંત્ર રચાયુ હતુ. પરંતુ આતંકવાદીઓ તેમના ષડયંત્રમાં ફાવ્યા નહીં. તેથી આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની ઘાટી વિસ્તારમાં ઘુસી, આતંક ફેલાવા પ્રયાસ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાને લાભ લઈ આતંકીઓ ઘુસવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આતંકવાદીઓની આ ઘુસણખોરીને સુરક્ષા દળના જવાનો જડબાતોડ જવાબ આપીને આતંકીઓના હુમલાને નાકામિયાબ બનાવી રહ્યા છે. તથા આતંકીઓ કરી રહેલા ગોળીબારોને સામા ગોળીબારો કરી રહ્યા છે. આતંકવાદીઓ તથા સુરક્ષા દળની અથડામણમાં ૩ આતંકીઓ ટ્રકમાં બેસી શ્રીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સુરક્ષાના જુવાનોની નજર પડતાં જ તેમની સામે ગોળીબાર કરી વિંધી નાંખ્યા હોવાનુ જાણવા મળે છે. નગરોટામાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાના સમાચારે સુરક્ષાદળના જુવાનો સતર્ક બન્યા છે. સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે.