જમ્મુ કાશ્મીરમાં પાર્ટી કાર્યકરોની હત્યા કરનારાઓને કિંમત ચુકવવી પડશે ઃ ભાજપ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના યુવા મોરચાના ત્રણ નેતાઓની ગોળી મારી હત્યા કરી દીધી છે કુલગામના વાઇકે પોરામાં આતંકવાદીઓએ ફિદા હુસૈન ઇટ્ટ ઉમેર રાશિદ બેગ અને ઉમેર હનાન પર ગોળીબાર કર્યો હતો.
કુલગામના વાઇકે પોરામાં આતંકવાદીઓએ કાર્યકરો પર ગોળીબાર કર્યો હતો આથી તેમના મોત નિપજયા હતાં. પોલીસે કહ્યું છે કે આ મામલામાં સંબંધિત કાનુનો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઇ હવે નેતાઓના નિવેદન આવવાનું શરૂ થઇ ગયું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના કુલગામમાં કાયરાના હુમલામાં આતંકવાદીઓએ જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ફિદા હુસૈન સહિત ત્રણ નેતાઓની હત્યા કરી દીધી છે. આવા રાષ્ટ્રભકતોના જવાથી દેશ માટે મોટું નુકસાન છે સમગ્ર પીડિત પરિવારોની સાથે છે આ બદિલાન વ્યર્થ જશે નહીં.
જમ્મુ કાશ્મીરના ભાજપ પ્રમુખ રવિંદર રૈનાએ કહ્યું કે તે ભાજપના બહાદુર કાર્યકર્તા હતાં. તેમને ભારત માતા માટે શહાદત મળી અને તેમનું બલિગાન વ્યર્થ જશે નહીં. કાયર પાકિસ્તાનીઓને પોતાના પાપો માટે ભારે કીંમત ચુકવવી પડશે તેમાંથી પ્રત્યેકને નિષ્પ્રભાવી કરી દેવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આતંકવાદીઓની આ કાયરાના હરકતથી કોઇ પણ રીતના રાષ્ટ્રવાદી ઝનુન અને હિમત નબળી થશે નહીં ઇતિહાસ સાક્ષી છે કે જયારે પણ આ રીતની શૈતાની હરકતો થઇ છે ત્યારે ઇસાનિયત વધુ મજબુત થઇ બહાર આવી છે.
જમ્મુ કાશ્મીર ભાજપે ટ્વીટ કરી કહ્યું કે આ હીન કાર્ય આતંકવાદીઓની હતાશાને દર્શાવે છે. ઇશ્વર દિવંગત આત્માનઓને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારોને આ દુખ સબન કરવાની શક્તિ આપે અમારી હાર્દિક સંવેદના તેમના પરિવારોની સાથે છે.HS