જમ્મુ કાશ્મીરમાં બકરી ઇદ પર ઉંટ અને ગાયની કુરબાની પર પ્રતિબંધ
શ્રીનગર: મુસલમાનોના સૌથી પવિત્ર તહેવારોમાંથી એક બકરી ઇદને લઇ અહેવાલો સામે આવી રહ્યાં છે બકરી ઇદમાં આ વર્ષે મુસલમાન ગાય અને ઉંટની કુરબાની આપી શકશે નહીં. જમ્મુ કાશ્મીર સરકારે એક આદેશ જારી કર્યું છે જેમાં બકરી ઇદ પ્રસંગ પર ગાયો વાછરડા અને ઉંટોની કુરબાની પર રોક લગાવવામાં આવી છે.
આ સંબંધમાં જમ્મુ કાશ્મીરના પશુ અને મત્સ્ય પાલન વિભાગના યોજના નિર્દેશક તરફથી તમામ વિભાગોને એક આદેશ પત્ર જારી કરવામાં આવ્યો છે આ આદેશને લાગુ કરવા માટે જમ્મુ અને કાશ્મીરના કમિશ્નર અને આઇજીપીને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
એ યાદ રહે કે બકરી ઇદના આ ખાસ પ્રસંગ પર બકરી ગાય કે ઉટ વગેરે જાનવરોની કુરબાની આપવી મુસલમાનો માટે એક મહત્વપૂર્ણ પરંપરા રહી છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં બકરી ઇદ (ઇદ ઉલ અઝહા)નો પર્વ ૨૧ જુલાઇએ મનાવવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં ડોંગરા શાસન દરમિયાન ગોહત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જાે કે તેમ છતાં જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ પર ગાયોની કુરબાની કરવામાં આવે છે.
જાણકારો અનુસાર જમ્મુ કાશ્મીર સરકારે બકરી ઇદ પર વધુમાં વધુ પશુઓની બલી આપવાની સંભાવનાઓને લઇ આ આદેશ જારી કર્યો છે. ભારત સરકારના એક સત્તાવાર પત્રનો હવાલો આપતા પશુ કલ્યાણ બોર્ડ મત્સ્ય પાલન પશુપાલન અને ડેયરી મંત્રાલય તરફથી આપવામાં આવેલ આદેશમાં લખવામાં આવ્યું છે કે આ સંબંધમાં (બકરી ઇદ પ્રસંગ પર) જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં જાનવરોની બલિની સંભાવના છે. ભારતીય પશુ કલ્યાણ બોર્ડે પશુ કલ્યાણને ધ્યાનમાં રાખી કાનુનોને કડક રીતે લાગુ કરવા માટે તમામ સાવધાનીપૂર્વકના ઉપાયોને લાગુ કરવાની વિનંતી કરી છે.