જમ્મુ કાશ્મીરમાં બાળકોથી પથ્થરમારો કરાવનારા સામે સખ્ત કાર્યવાહી થશે : જીતેન્દ્ર
જમ્મુ: બાળકોથી પથ્થરમારો કરી ઉશ્કેરનારાઓની વિરૂધ્ધ કાર્વાહી કરવાનો કાનુન હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થઇ ગયો છે પહેલા કલમ ૩૭૦ના કારણે આ કાનુન અહીં લાગુ થયો ન હતો તેની માહિતી પીએમઓ રાજયમંત્રી ડો જીતેન્દ્ર સિંહે આપી હતી
બાળ અધિકારોના સંરક્ષણ માટે બનેલ રાષ્ટ્રીય આયોગના ચેરમેન પ્રિયંકે ડો જીતેન્દ્ર પ્રસાદથી મુલાકાત કરી જમ્મુ કાશ્રમાં બાળ અધિકારોના સંરક્ષણ પર ચર્ચા કરી તેમણે જમ્મુ કાશ્મીરમાં જુવેનાઇલ જસ્ટિસ એકટને કડકાઇની સાથે લાગુ કરવા કહ્યું એકટ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બંન્ને જ લાગુ છે
તેમણે ડો પ્રસાદને કહ્યું કે જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ ૮૩ હેઠળ કોઇ પણ આતંકી સંગઠન જાે કોઇ પણ બાળકોને કોઇ પણ કાર્ય માટે પોતાના સંગઠ”માં દાખલ કરે છે તો તેને સાત વર્ષની સખ્ત સજા અને પાંચ લાખના દંડની જાેગવાઇ છે.
આ એકટની કલમ ૮૩ અનુસાર જાે કોઇ સગીર કે સગીરોના સમૂહ બાળકોને કોઇ પણ પ્રકારના ગેરકાયદેસર કામમાં સામેલ કરાવે છે તો તેને પણ સાત વર્ષની સજા અને પાંચ લાખનો દંડની જાેગવાઇ છે આવામાં જાે કોઇ બાળકોને પથ્થરબાજીમાં સામેલ કરાવે છે તો તેમની
વિરૂધ્ધ એકટની સંબંધિત ધારાઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે
ડો સિંહે બાળ અધિકારોની સંરક્ષણ માટે બનેલ રાષ્ટ્રીય આયોગના કામની પ્રશંસા કરી તેમણે કહ્યું કે આયોગ દેશભરમાં બાળકોના અધિકારોનું સંરક્ષણ કરી રહ્યું છે બાળકોને પથ્થરબાજીમાં સામેલ કરવો ગુનો જ નહીં પરંતુ માનવતાની પણ વિરૂધ્ધ છે.