જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ ,૧૦૦થી વધુ માર્ગ બંધ કરાયા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સતત ચોથા દિવસે વરસાદનો કહેર જારી છે નદી નાળા ભરાઇ જવાથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે કાશ્મીરનો દેશના અન્ય ભાગોથી સડક સંપર્ક તુટી ગયો છે. શ્રીનગર હાઇવે બંધ થવાથી ત્રણ હજારથી વધુ વાહનો ફસાઇ ગયા છે કાશ્મીર જનાર જરૂરી પદાર્થોનો પુરવઠો ઠપ થઇ ગયો છે ઠેર ઠેર જમીનો ઘસી પડવાને કારણે જમ્મુ તાલુકાના નાના મોટા ૧૦૦થી વધુ માર્ગ બંધ કરવામાં આવ્યા છે માર્ગે વહી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે શ્રીનદર લેહ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઉદમપુરમાં જમીન ધસી પડવાને કારણે કાર પર કાટમાળ પડી જવાથી એક બેંક કર્મચારીનું મોત નિપજયું હતું જયારે બેને ઇજા થઇ હતી નદી નાળામાં પણા ભરાઇ જવાને કારણે ડઝનેકથી વધુ લોકો ફસાઇ ગયા છે તેમને સલામત બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે. કઠુઆના ઉજજ દરિયામાં ફસાયેલા સાત લોકોને બચાવવા માટે વાયુસેનાએ હેલિકોપ્ટરથી રેસ્કયુ ચલાવ્યુ ંછે કિશ્તવાડા જીલ્લાના કાલનઇ વિસ્તારમાં નાળુ પાર કરતી વખતે મોહમ્મદ યાકુબ નિવાસી કોનુવ કિથર વહી જતાં તેનું મોત નિપજયું છે મેંઢર વિસ્તારમાં વરસાથી સ્કુલની ઇમારત તુટી પડી છે એક પશુશાળા તુટી પડવાથી બે જાનવરોના મોત થયા છે પુછના સલોત્રી વિસ્તારમાં પુલસ્ત નદીમાં છ લોકો ફસાઇ જતાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા ંકાશ્મીરમાં ભારે વરસાદ પડતા અનેક જિલ્લામાં પુરની સ્થિતિ બનેલ છે જમીન ઘસી પડવાને કારણે બસોહલી કઠુઆ કોટરંકા રાજાેરી પાડર કિશ્તવાડ બસંત ડુડુ ડોડા ભદ્વવાહ વેગેર માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરાઇ છે.
સુપરિટેંડેટ એન્જીનિયર સિંચાઇ અને પુર નિયંત્રણ વિભાગ જમ્મુ સુમિત પુરીએ જણાવ્યું હતું કે શહેરની વચ્ચોવચ્ચ વહી રહેલ તવી નદીનું જળ સ્તર ૧૦.૩૦ ફીટ હતું જે ખતરાના નિશાનથી સાત ફુટ નીચે હતું. વિભાગીય ટીમ નિયમિત રીતે જળ સ્તરની દેખરેખ કરી રહી છે અને પુરી સતર્કતા દાખવવામાં આવી રહી છે લોકોને જળસ્ત્રોતોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે.HS