જમ્મુ કાશ્મીરમાં ભારે હીમવર્ષા- પ્રવાસીઓ મુશ્કેલીમાં
જમ્મુમાં બરફ વર્ષા થતાં ગુજરાતમાં ઠંડી વધશે
જમ્મુ, આમ ડીસેમ્બરમાં થતી હીમવર્ષા નવેમ્બરમાં આવેલ હવામાનમાં પલટો આવી જતાં હીમવર્ષા થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોના પાક નાશ પામ્યો છે.
વાહન ચાલકોને વીઝીબીલીટી ઓછા હોવાને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૪૮ કલાક દરમ્યાન ભારે હીમવર્ષા થઈ શકે છે. જેને કારણે ખેડૂતો પણ ભારે ચિંતામાં છે. જો કે પ્રથમ હીમવર્ષાને કારણે સ્થાનિક લોકો અને સહેલાણીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
સમગ્ર જમ્મુ કાશ્મીર તથા આજુબાજુના વિસ્તારોમાં ભારે હીમવર્ષા થઈ રહી છે. ભારે હીમવર્ષાને કારણે જમ્મુ-કાશ્મીરમાં વિજના તારો તથા થાંભલાઓ જમીન પર પડતાં અંધારપટ છવાયો છે. મોડીરાતથી શરૂ થયેલ હીમવર્ષાનું જાર વધી રહયું છે. આગામી ૪૮ કલાક સુધી હીમવર્ષા ચાલુ રહેશે ડીસેમ્બરમાં થતી હીમવર્ષા નવેમ્બરમાં થતાં ખેડૂતોને પાક નાશ થવાથી ચિંતિત છે.