જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આજે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા હતાં રિએકર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૩ રહી જાે કે આંચકા ખુબ તેજ ન હતી પરંતુ જયારે લોકોએ અનુભવ્યા તો તે પોતાના ઘરોની બહાર નિકળી ગયા હતાં.
આ ભૂકંપનું કેન્દ્ર ભારત પાકિસ્તાનની સીમા પર બતાવવામાં આવી રહ્યું છે ભૂકંપ બપોરે ૧.૫૩ કલાકે આવ્યો હતો તેની ઉડાઇ ધરતીથી ૧૦ કિમી નીચે બતાવવામાં આવી રહ્યું છે ભૂકંપના હિસાબથી જમ્મુ કાશ્મીર સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે.
ભૂકંપથી પૂર્વમાં અનેક વાર કાશ્મીરમાં તબાહી મચી છે આઠ ઓકટોબર ૨૦૦૫ના દિવસે કાશ્મીરમાં ૭.૬ તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતોે તેમાં ભારત અને પાકિસ્તાનના ૮૦ હજાર લોકો માર્યા ગયા હતાં.HS