જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા: 3.4 ની તીવ્રતા
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં આજે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. બપોરના સમયે 12 વાગ્યાને 9 મિનિટ પર આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરમાં 3.4ની તીવ્રતાએ ભૂકંપ આવ્યો હતો.
જમ્મુ કાશ્મીરમના કિશ્તવાડમાં આ ભૂકંપના આચંકા અનુભવાયા હતા, જેમાં કોઇ પણ જાતનિ જાનહાનિ થઇ નથી.
આ પહેલાં પણ ભૂકંપના આંચકા 29 માર્ચનાં રોજ આવ્યા હતા. જેમાં જમ્મુ કાશ્મીરનાં લેહમાં ઉત્તર ભાગમાં આ આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના પ્રમાણે આ ભૂકંપન આંચકા સવારે 7:29 વાગ્યે અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી.
તીવ્રતા પ્રમાણે ભૂકંપમાં કેટલું નુકશાન થયુ છે તે જાણી શકાય છે. જેમ કે 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. તેનાથી વધુ 9ની તીવ્રતા પર તબાહી મચે છે.