જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે 5 ની તીવ્રતાનો ભૂંકપ
કાશ્મીરથી તજાકિસ્તાન સુધીની ધરા ધ્રુજી.
લોકો ઘરની બહાર દોડી આવ્યા, અત્યાર સુધી આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલની નુકસાની સામે આવી નથી.
નવી દિલ્હી,જમ્મુ-કાશ્મીરની સવાર ભૂકંપના ઝાટકાથી થઈ હતી. સવારે ૫ વાગીને ૩૫ મિનિટ પર ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૫.૩ હોવાનુ સામે આવ્યુ છે. જાેક, આ ભૂકંપનુ કેન્દ્ર બિંદુ તાજિકિસ્તાન હોવાનુ સિસ્મોમીટર પર જાેવા મળ્યુ છે.
જમ્મુ-કાશ્મીરના લોકો ભર ઊંઘમાં હતા, ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ૫.૩૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી ડરના માર્યે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
અત્યાર સુધી આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલની નુકસાની સામે આવી નથી. ભૂકંપનુ કેન્દ્ર તજાકિસ્તાન હોવાનુ માપવામાં આવ્યુ છે, જાેકે, તજાકિસ્તાનના પેટાળમાં ૧૭૦ કિમી અંદર ભૂકંપની ગતિવિધિઓ મશીન પર જાેવા મળી છે. ગત મહિનાની ૧૮ તારીખે પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૪ માપવામાં આવી હતી. ત્યારે સતત બીજા મહિના જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર વ્યાપી ગયો છે.sss