વાદળ ફાટવાના કારણે રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ
તીર્થયાત્રીઓએ કહ્યું કે અમે ઊર્જાથી ભરેલા છીએ અને બાબાના દર્શન વગર પાછા આવીશું નહીં
બેસ કેમ્પથી તીર્થયાત્રીઓનો નવો જત્થો રવાના
શ્રીનગર,જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી અમરનાથ તીર્થયાત્રીઓનો નવો જત્થો જમ્મુ બેસ કેમ્પથી નીકળવા લાગ્યો છે. એક શ્રદ્ધાળુએ કહ્યું કે અમે લોકો પોતાના ઘરેથી પ્રણ લઇને આવ્યા છીએ કે ભોલેનાથના દર્શન કર્યા વગર અમે ઘરે જઇશું નહીં.
બાબાના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા હતા પણ આ દુર્ઘટના થઇ હતી સરકારે ફરીથી યાત્રા શરુ કરી છે અને ઘણા પ્રશન્ન છીએ. રિપોર્ટ પ્રમાણે તીર્થયાત્રીઓએ કહ્યું કે અમે ઉર્જાથી ભરેલા છીએ અને બાબાના દર્શન વગર પાછા આવીશું નહીં. અમને બાબા ભોલેમાં પૂર્ણ વિશ્વાસ છે અને બાબાના દર્શનની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે ફરીથી યાત્રા શરુ થઇ ગઈ છે. સીઆરપીએફ અને અન્ય કર્મીઓએ અમને સુરક્ષિત રુપથી આગળ વધવા માટે માર્ગદર્શન કર્યું છે.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહલગામમાં નુનવાન આધાર કેમ્પની રવિવારે મુલાકાત લીધી હતી. આઠ જુલાઇએ વાદળ ફાટવાથી આવેલા પૂર પછી બાધિત થયેલી અમરનાથ યાત્રાને બહાલ કરવાના પ્રયત્નનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી છે. દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સાંજે ૫.૩૦ કલાકની આસપાસ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. તેની ચપેટમાં આવીને ગુફાની બહાર શિવિરમાં બનેલા ઘણા ટેન્ટ નષ્ટ થયા હતા. આ દુર્ઘટનામાં ૧૬ લોકોના મોત થયા છે અને લગભગ ૪૦ લોકો ગુમ છે.વાદળ ફાટવાથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા શરૂ.SS1