જમ્મુ-કાશ્મીરમાં સહીત દેશભરમાં ઈદ મનાવાઈ
કાશ્મીર, : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દીધા બાદ સમગ્ર રાજયમાં લશ્કરનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ દરમિયાનમાં ઈદના તહેવારની સ્થાનિક નાગરિકો ધામધુમથી ઉજવણી કરે તે માટે છેલ્લા બે દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવતી હતી.
આજ સવારથી જ સમગ્ર જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસ વચ્ચે ઈદની ઉજવણી થઈ રહી છે ખાસ કરીને તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાતા જમ્મુ કાશ્મીરમાં તમામ મસ્જીદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ વડા ઉપરાંત અન્ય અધિકારીઓ સતત શ્રધ્ધાળુઓની વચ્ચે હાજર છે અને ઈદ મુબારક પાઠવી રહયા છે અમદાવાદમાં પણ સવારથી જ તમામ મસ્જિદો નમાઝ અદા કરવામાં આવી રહી છે.
દેશમાં આજે ઈદ-ઉલ-અઝહા મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં પણ હાલત સામાન્ય છે. આર્ટિકલ ૩૭૦ હટાવાયા બાદ ખીણમાં લોકો ઈદનો ઉત્સવ મનાવી રહ્યા છે. અલગ અલગ મસ્જિદમાં લોકો નમાઝ અદા કરી રહ્યા છે.
તહેવારના પ્રસંગે તંત્ર લોકોને ભોજન સહિતની બીજી વસ્તુઓ પહોંચાડવા માટે રવિવારથી જ કામે લાગી ગયું છે. વડાપ્રધાન મોદીએ ટિ્વટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી છે. કાશ્મીરમાં ઈદ ઉલ અઝહા પહેલા રવિવારે બેંકો, એટીએમ અને અમુક બજારો ખુલ્લા રહ્યા હતા. તંત્રએ તમામ પ્રતિબંધોમાં છૂટ આપી હતી, જેનાથી લોકો તહેવાર માટે ખરીદી કરી શકે.
અધિકારીઓએ જણાવ્યું કે ખીણમાં ક્યાંય પણ હિંસાના સમાચાર નથી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જમ્મુ વિસ્તારમાં પરિસ્થિતિ ઝડપથી થાડે પડી રહી છે. જ્યારે પાંચ જિલ્લામાંથી કલમ ૧૪૪ હટાવી લેવામાં આવી છે. અન્ય પાંચ જિલ્લામાં ઈદને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.