જમ્મુ કાશ્મીરમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે: રિપોર્ટ
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે. જર્મનીના મ્યૂનિખમાં થોડા દિવસો અગાઉ થયેલી કાન્ફરન્સ બાદ આવેલા એન્યુઅલ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ વખતે ભારત પહેલાની તુલનામાં ઘણી વધુ મજબૂત પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. આ રિપોર્ટને ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ કાન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.
રિપોર્ટમાં કાશ્મીર મુદ્દાને આ વર્ષના ૧૦ વિવાદોમાં શામેલ કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે કાશ્મીર પર ચાલી રહેલ ભારત અને પાકિસ્તાનમાં જે તણાવ છે તે સંકટ વધારી શકે છે. આમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન, આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ તરીકે ઉપયોગ કરે છે અને પાક સ્થિત આતંકી સંગઠન ભારતને નિશાન બનાવી રહ્યા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓ જવાની તૈયારી કરી રહી છે અને હવે આ દેશમાં આતંકીઓને રોકવાની કોશિશો કરવામાં આવશે. કાશ્મીર ઉપરાંત અફઘાનિસ્તાનને પણ ટાપ ૧૦ સંઘર્ષોની લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોથી કાશ્મીર આંતરરાષ્ટ્રીય રડારથી બહાર હતુ પરંતુ ગયા વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે તનાતનીએ આને ફરીથી સંઘર્ષોની લિસ્ટમાં જગ્યા અપાવી દીધી છે.
રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે, ‘નવી દિલ્લી પાસે એ અંગેનો કોઈ રોડમેપ નથી કે આગળ શું થશે. સૌથી મોટો ખતરો છે કે હવે કોઈ પણ આતંકી હુમલો તણાવને ઘણો વધારી દેશે. જો કોઈ નવુ સંકટ આવ્યુ તો પછી વિદેશી તાકાતોએ આ વિવાદિત સીમા પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાત લગાવવી પડશે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નાર્થ કોરિયા, ભારત-પાકિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષ કોઈ પણ સમયે પરમાણુ તણાવ તરફ આગળ વધી શકે છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઈન્ટરનેશનલ બાર્ડર પર તણાવ વધી ગયો હતો. ત્યારબાદ પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી તો પણ સીમા પર બંને દેશો વચ્ચે સંકટની સ્થિતિ બની ગઈ હતી.