જમ્મુ કાશ્મીરમાં હિન્દીને રાજભાષા બનાવવા મંજૂરી
નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં કર્મયોગી યોજનાને લીલીઝંડી આપી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર માટે રાજભાષા બિલ લાવવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેબિનેટે સંસદમાં જમ્મુ કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક-૨૦૨૦ને લવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જેમાં ઉર્દૂ, કશ્મરી, ડોંગરા, હિંદી અને અંગ્રેજી રાજ્યની સત્તાવાર ભાષા હશે, આ ર્નિણય સામાન્ય લોકોની માંગ પર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેબિનેટે મિશન કર્મયોગીને પણ મંજુરી આપી છે. સિવિલ સર્વિસિઝ માટે બનાવવામાં આવેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમનો મોટો ઉદ્દેશ્ય છે. લોકસેવકોની ભરતી બાદ તેમાં રિફોર્મ લાવવાની મોટી યોજના છે.