જમ્મુ કાશ્મીરમાં ૧૦ વર્ષમાં ૯૦૫૦ લોકોના થયેલા મોત
કિશ્તવાર : જમ્મુ કાશ્મીરમાં હાલમાં માર્ગ અકસ્માતોમાં અનેકના મોત થઇ ચુક્યા છે. અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. ૩૫ લોકોના મોત આજે મિની બસ માર્ગ પરથી ખસી જઇને ઉંડી ખીણમાં પડતા થયા હતા. દર વર્ષે આશરે ૯૦૦થી ૧૦૦૦ લોકોના મોત થઇ જાય છે. ૨૦૧૮ના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર ૨૦૧૮માં ૯૨૮ લોકોના મોત થઇ ચુક્યા છે. ૨૦૧૭માં ૯૨૬ લોકોના મોત થયા હતા. જમ્મુ કાશ્મીરમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અકસ્માત સર્જાઈ રહ્યા છે. આજે કિશ્તવારમાં થયેલા અકસ્માતમાં ૩૫ના મોત થયા હતા. પહાડી જિલ્લાઓ ડોડા, રામબાણ, પુંચ, રાજારી સહિતના વિસ્તારોમાં માર્ગોની ખરાબ હાલત, ઓવરલોડિંગ અને ટ્રાફિકની નબળી વ્યવસ્થાના પરિણામ સ્વરુપે અકસ્માતોમાં સતત વધારો થયો છે. માર્ગ અકસ્માતોમાં હજારો લોકોના મોત દર વર્ષે થઇ રહ્યા છે. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા અકસ્માતોને ઘટાડવા માટે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. છેલ્લા ૧૦ વર્ષની વાત કરવામાં આવે તો કાશ્મીરમાં માર્ગ અકસ્માતમાં ૯૦૫૦ લોકોના મોત થયા છે.