જમ્મુ-કાશ્મીરમાં ૧૩ દિવસમાં ૭ પાકિસ્તાની સહિત ૧૪ આતંકી ઠાર

Files Photo
(એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના સફાયાનું અભિયાન સતત ચાલુ છે. આ વર્ષે ૧૩ દિવસમાં સુરક્ષા જવાનોએ આઠ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ૧૪ આતંકીઓને ઠાર કર્યા છે. ડીજીપીએ જણાવ્યું કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કુલ આઠ એન્કાઉન્ટર થયા છે, જેમાં ૧૪ આતંકીઓ માર્યા ગયા છે.
માર્યા ગયેલા આતંકીઓમાં સાત પાકિસ્તાની આતંકીઓનો પણ સમાવેશ થાય છે. પ્રદેશમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન આગળ પણ ચાલુ રહેશે. ડીજીપીએ ઉમેર્યું કે આતંકીઓના મોડયુલ અને તેમને મદદ કરનારાઓના નેટવર્કની પણ માહિતી મેળવાઈ રહી છે.
કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ રોહિત છિબ શહિદ થઈ ગયા હતા. આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી બાબર પણ માર્યો ગયો હતો.