જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર થયા બાદ વિકાસને મજબૂતી મળી છે: મોદી

જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાનના હસ્તે ૨૦ હજાર કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન -યુવાનોને તેમના વિકાસ માટે વચન પણ આપ્યું: અહીં વિશાળ ટર્નલ પણ જનતા માટે વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ધાટન પછી ખુલ્લી મૂકવામાં આવી છે
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ ૩૭૦ હટ્યા બાદથી તેમનો આ પહેલો જમ્મુ કાશ્મીર પ્રવાસ છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા.
ત્યારબાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ક હ્યું કે હું અહીં વિકાસનો સંદેશ લઈને આવ્યો છું. જમ્મુ અને કાશ્મીરમાં વિકાસને ગતિ આપવા માટે આજે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરાયું છે. પીએમ મોદીએ કાશ્મીરી યુવાઓને વચન આપ્યું અને કહ્યું કે દાદા-દાદીએ જે મુસીબતો ઝેલવી પડી તે તમને સહન કરવા નહીં દઉ.

પંચાયતી રાજ દિવસના અવસરે સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ જગ્યા મારા માટે નવી નથી. જમ્મુ અને કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટે ઝડપથી કામ ચાલુ છે. Panchayati Raj institutions strengthen the spirit of democracy. Addressing Gram Sabhas across the country from Jammu & Kashmir.
તેમણે કહ્યું કે આ વખતે પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવવો એક મોટા બદલાવનું પ્રતિક છે. લોકતંત્ર જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી પહોંચ્યો છે તે ગર્વની વાત, ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું.
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીનો આ અમૃતકાળ ભારત માટે સ્વર્ણિમ થનાર છે. આ સંકલ્પ બધાના પ્રયત્નોથી સિદ્ધ થવાનો છે. તેમા લોકતંત્રની સૌથી ગ્રાઉન્ડ યુનિટ, ગ્રામ પંચાયત, તમારા બધાની ભૂમિકા ખુબ મહત્વની છે.
સરકારની કોશિશ એ છે કે ગામડાના વિકાસ સાથે જાેડાયેલા દરેક પ્રોજેક્ટને પ્લાન કરવા અને તેના અમલમાં પંચાયતની ભૂમિકા વધુ હોય. તેનાથી રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિમાં પંચાયત મહત્વની કડી બનીને ઉભરશે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓ હવે અહીં ઝડપથી લાગૂ થઈ રહી છે. જેનો સીધો ફાયદો જમ્મુ અને કાશ્મીરના ગામડાઓને થાય છે. વીજ કનેક્શન હોય કે પછી પાણીનું કનેક્શન, સ્વચ્છતા અભિયાન હેઠળ ટોઈલેટ્સ હોય…તેનો લાભ જમ્મુ અને કાશ્મીરને મળ્યો છે.
તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા ૨૫ વર્ષમાં નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે. આઝાદીના ૭ દાયકા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં માત્ર ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનું જ પ્રાઈવેટ રોકાણ થઈ શક્યું હતું. છેલ્લા ૨ વર્ષમાં આ આંકડો ૩૮,૦૦૦ કરોડ રૂપિયા પહોંચ્યો છે.
કાશ્મીરી યુવાઓને પીએમ મોદીએ કહ્યું કે હું આજે જમ્મુ અને કાશ્મીરના યુવાઓને કહેવા માંગુ છું કે તમારા માતા પિતા, દાદા-દાદી અને નાના-નાનીએ જે મુસીબતો સાથે જિંદગી જીવવી પડી તમારે ક્યારેય એવી જિંદગી જીવવી પડશે નહીં. હું તમને તે કરીને બતાવીશ.
પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે એક સમયે દિલ્હીથી એક સરકારી ફાઈલ ચાલતી હતી તો જમ્મુ કાશ્મીર પહોંચતા પહોંચતા લગભગ ૨-૩ અઠવાડિયા થતા હતા. મને ખુશી છે કે આજે ૫૦૦ કિલો વોટનો સોલર પાવર પ્લાન્ટ ફક્ત ૩ મહિનાની અંદર અહીં લાગુ થઈ જાય છે. વિજળી પેદા કરવાનું શરૂ કરી દે છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ૨-૩ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં વિકાસના નવા આયામ સ્થાપિત થયા છે. કેન્દ્રના લગભગ પોણા બસ્સો કાયદા જે અહીં લાગૂ કરાતા નહતા તેને અમે જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે લાગૂ કર્યા. દાયકાઓથી જે બેડીઓ વાલ્મિકી સમાજના પગમાં નાખવામાં આવી હતી તેનાથી તે મુક્ત થયો છે.
આજે દરેક સમાજના દીકરા-દીકરાઈ પોતાના સપના પૂરા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષો સુધી જે સાથીઓને અનામતનો લાભ નથી મળ્યો, તેમને પણ હવે અનામતનો લાભ મળી રહ્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે અનેક પરિવારોને ગામડાઓમાં તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે.
૧૦૦ જનઔષધિ કેન્દ્ર જમ્મુ કાશ્મીરના ગરીબ અને મિડલ ક્લાસને સસ્તી દવાઓ, સસ્તો સર્જિકલ સામાન આપવાનું માધ્યમ બનશે. તેમણે વધુમાં કહ્યું કે આ વખતે પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવવો એ એક મોટા બદલાવનું પ્રતિક છે. લોકતંત્ર જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી પહોંચ્યો છે તે ગર્વની વાત, ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા.