જમ્મુ કાશ્મીરમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપની રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૫ માપવામાં આવી હતી તેનું કેન્દ્ર કાશ્મીર ઘાટીના બાંદીપોરામા ંહતું જાે કે ભૂકંપથી કોઇ પ્રકારની જાનહાનીના અહેવાલો નથી.
એ યાદ રહે કે બાંદીપોરામાં લોકો ભૂકંપના આંચકાને કારણે ઘરોમાંથી બહાર નિકળી ગયા હતાં થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી ભૂકંપના તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકસાન થયું હતું થોડીવાર બાદ લોકો ઘરમાં પરત ફર્યા હતાં.એ યાદ રહે કે આ પહેલા ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ જમ્મુ કાશ્મીરમાં સવારે ૮.૩૦ કલાકે ભૂકંપના આંચકો અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી હતી.HS